અમદાવાદ / DPS ઈસ્ટના 800 વિદ્યાર્થીને બોપલ બ્રાંચમાં પ્રવેશની મંજુલાની ખાતરી

મંજુલા શ્રોફની ફાઇલ તસવીર.
મંજુલા શ્રોફની ફાઇલ તસવીર.

  • પ્રિન્સિપાલના રાજીનામા પછી 1 મહિને મંજુલા શ્રોફ સામે આવી
  • વિદ્યાર્થીઓને બોપલ બ્રાન્ચમાં સમાવવાની વાલીઓની માગણી DEOને મોકલી

Divyabhaskar.com

Dec 19, 2019, 03:06 AM IST
અમદાવાદ: નિત્યાનંદના વિવાદના 1 મહિના બાદ ડીપીએસના સીઈઓ અને એમડી મંજુલા પૂજા શ્રોફ બુધ‌વારે વાલીઓને મળ્યા હતા અને તેમને તમામ 800 વિદ્યાર્થીને બોપલ બ્રાન્ચમાં સમાવવાની ખાતરી આફી હતી. વાલીઓની ડિમાન્ડ અંગે મંજુલા શ્રોફે ડીઈઓને પત્ર લખ્યો હતો. જો કે તેમણે વાલીઓને કહ્યું હતું કે, સરકાર અને સીબીએસઈ મંજૂરી આપશે તો હું પ્રવેશ આપવા તૈયાર છું. મંગળવારે ડીપીએસ ઈસ્ટના પ્રિન્સિપાલ હિતેશ પુરીએ મેનેજમેન્ટ સામે નહીં આવતું હોવાની દલીલ રજૂ કરી પ્રિન્સિપાલ પદેથી રાજીનામું આપી દીધું હતું. આ પછી બુધવારે સવારે વાલીઓએ સ્કૂલ કેમ્પસમાં મિટિંગ કરવા માટે ડીઈઓની મંજૂરી માગી હતી.
31 માર્ચ 2020 પછી સ્કૂલ બંધ થઈ જવા અંગેની ચર્ચા કરી
ડીઈઓ ઓફિસના પ્રતિનિધિની હાજરીમાં સવારે 9 વાગ્યે 200 જેટલા વાલીઓની બેઠક મળી હતી. તેમાં 31 માર્ચ 2020 પછી સ્કૂલ બંધ થઈ જવા અંગેની ચર્ચા કરી હતી. જેથી વિદ્યાર્થીઓને નવા વિકલ્પના ભાગરૂપે કઈ સ્કૂલમાં પ્રવેશ લેવો તે અંગે મનોમંથન કરવામાં આવ્યું હતું. જેમાં ડીપીએસ બોપલ બ્રાંચમાં પ્રવેશ મેળવવા અંગેની પણ ચર્ચા થઈ હતી. આ પછી ડીપીએસના એમડી મંજુલા શ્રોફનો સમય લીધો હતો અને અંતે વાલીઓ સાથે તેમણે મિટિંગ કરી હતી અને વાલીઓની માગણી સ્વીકારી હતી.
હવે અમારું આંદોલન અહીં પૂર્ણ થાય છે-પેરેન્ટ્સ એસોસિએશન
ઈસ્ટ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રતિનિધિ શોએબ શેખે જણાવ્યું હતું કે, ડીપીએસ મેનેજમેન્ટે તમામ વાલીઓની માગણી સ્વીકારી છે. મંજુલા શ્રોફ સાથે પણ અમારી મિટિંગ થઈ ગઈ છે. સરકાર અને સીબીએસઈ મંજૂરી આપે તો તમામ બાળકોને પ્રવેશ આપવા તેમણે તૈયારી દર્શાવી છે. જેથી હવે અમારું આંદોલન અહીં પૂર્ણ થાય છે.
X
મંજુલા શ્રોફની ફાઇલ તસવીર.મંજુલા શ્રોફની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી