તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કામગીરી:ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું શરૂ કરાયું

ધ્રાંગધ્રા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા નગરપાલિકા ટીમે શહેરમાં સ્વચ્છતાની જાળવણી માટે ડોર ટુ ડોર કચરો ઉપાડવા કામગીરી હાથ ધરાઇ છે. જેના માટે 8 વાહનો દરરોજ વિવિધ વિસ્તારોમાં પહોંચી સ્પીકરથી લોકોને કચરો આપવા જાણ કરશે.

ધ્રાંગધ્રા પચાસ મુદા અમલી કરણ સમિતિ ચેરમેન આઇ.કે.જાડેજાએ સુચના આપતાં પાલિકા ટીમે શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં પાલિકા ગેરેજ શાખા દ્વારા કચરો ઉપાડવા માટે 8 છોટા હાથી વાહનનો ઉપયોગ કરાયો છે. પાલિકાના ચિફઓફિસર રાજુભાઇ શેખે જણાવ્યુ કે, વાહનો કચરો લેવા ડોર ટુ ડોર જાય ત્યારે સ્પીકરમાં સ્વચ્છતા જાળવણી માટે લોકોની જાગૃત પણ કરાશે. જ્યારે લોકોને જ્યાં ત્યાં કચરો ન નાંખી તે ભેગો કરી વાહન આવે ત્યારે તેમાં નાંખી શહેરમાં સ્વચ્છતા જાળવવા અપીલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો