• Home
  • Business
  • Domestic sales of passenger vehicles declined 6.2 percent in January, dropping 8.1 percent in car sales

ઓટો / પેસેન્જર વાહનોનું ઘરેલું વેચાણ જાન્યુઆરીમાં 6.2 ટકા ઘટ્યું, કારના વેચાણમાં 8.1 ટકા ઘટાડો

જાન્યુઆરીમાં 1 લાખ 64 હજાર 793 કાર વેચાઈ.
જાન્યુઆરીમાં 1 લાખ 64 હજાર 793 કાર વેચાઈ.

  • મોટરસાઈકલના વેચાણમાં 15.17 ટકા ઘટાડો, કમર્શિયલ વાહનોનું વેચાણ 14 ટકા ઘટ્યું
  • ઓટોમાબાઈલ ઈન્ડસ્ટ્રી બોડી સિયામે જાન્યુઆરીના ઓટોના વેચાણના આંકડાઓ બહાર પાડ્યા

Divyabhaskar.com

Feb 10, 2020, 03:24 PM IST

નવી દિલ્હીઃ પેસેન્જર વાહનોનું વેચાણ જાન્યુઆરીમાં 6.2 ટકા ઘટીને 2 લાખ 62 હજાર 714 યુનિટ રહ્યું હતું. ગત વર્ષે જાન્યુઆરીમાં દેશમાં 2 લાખ 80 હજાર 91 વાહન વેચાયા હતા. કારના વેચાણમાં 8.1 ટકાનો ઘટાડો આવ્યો છે. ગત મહિને 1 લાખ 64 હજાર 739 કાર વેચાઈ હતી. જાન્યુઆરી 2019માં આ આંકડો 1 લાખ 79 હજાર 324 યુનિટ હતો. ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી બોડી સિયામે સોમવારે ઓટો સેલ્સનો આંકડો બહાર પાડ્યો હતો.

ટુ-વ્હીલર વાહનોના કુલ વેચાણમાં 16 ટકા ઘટાડો

મોટરસાઈકલના સેલ્સમાં 15.17 ટકાનો ઘટાડો આવ્યો છે. ગત મહિને 8 લાખ 71 હજાર 886 મોટરસાઈકલ વેચાયા, જાન્યુઆરી 2019માં 10 લાખ 27 હજાર 766 યુનિટ વેચાયા હતા. ટુ-વ્હીલર વાહનોનું કુલ વેચાણ 16.06 ટકા ઘટીને 13 લાખ 41 હજાર 5 યુનિટ રહ્યું હતું. ગત વર્ષે જાન્યુઆરીમાં કુલ વેચાણ 15 લાખ 97 હજાર 528 યુનિટ રહ્યું હતું.

તમામ શ્રેણીના વાહનોના કુલ વેચાણમાં 14 ટકા ઘટાડો

કમર્શિયલ વાહનોનું વેચાણ 14.04 ટકા ઘટીને 75 હજાર 289 યુનિટ રહ્યું. તમામ શ્રેણીના વાહનોના કુલ વેચાણમાં 13.83 ટકા ઘટાડો આવ્યો છે. ગત મહિને કુલ 17 લાખ 39 હજાર 975 વાહનો વેચાયા હતા. જાન્યુઆરી 2019માં આ આંકડો 20 લાખ 19 હજાર 253 યુનિટ હતો.

X
જાન્યુઆરીમાં 1 લાખ 64 હજાર 793 કાર વેચાઈ.જાન્યુઆરીમાં 1 લાખ 64 હજાર 793 કાર વેચાઈ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી