પશ્ચિમ બંગાળ / શ્વાને સુબીર ખાનની સાથે રાનુ મોંડલનાં ‘તેરી મેરી કહાની’ સોન્ગમાં સૂર પુરાવ્યાં

  • ફેસબુક પર આ વીડિયોને ત્રણ દિવસમાં 22 લાખથી વધારે લોકોએ જોયો
  • યુઝરે કમેન્ટમાં લખ્યું કે, શ્વાનને અવોર્ડ મળવો જોઈએ

Divyabhaskar.com

Jan 16, 2020, 08:20 PM IST

બેરકપુર: પશ્ચિમ બંગાળના બેરકપુર શહેરના રહેવાસી સુબીર ખાને ફેસબુક પર હાર્મોનિયમની સાથે સોન્ગ ગાતો વીડિયો પોસ્ટ કર્યો છે. સુબીર ખાને આ વીડિયો પોસ્ટ કરતી વખતે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે માત્ર ત્રણ દિવસમાં વીડિયો એટલો બધો વાઇરલ થશે કે તેને 22 લાખથી પણ વધારે લોકો જોશે. જી હા, આ વાત સાચી છે. આ વીડિયોમાં સુબીર ખાનને શ્વાને પણ સાથ આપ્યો છે, તેને લીધે તે એટલો વાઇરલ થઇ રહ્યો છે. સુબીર ખાન હિમેશ રેશમિયાની ‘હેપ્પી, હાર્ડી અને હીર’ ફિલ્મનું ‘તેરી મેરી કહાની’ સોન્ગ ગાયું હતું. આ સોન્ગની સિંગર ઇન્ટરનેટ સેન્સેશન રાનુ મોંડલ છે.

ફેસબુક પર પોસ્ટ કરેલા સુબીર ખાનના વીડિયોને અત્યાર સુધી 22 લાખથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે. સુબીર ખાનની સાથે શ્વાન પણ તેમની સાથ તાલ મેળવતો દેખાઈ રહ્યો છે. સુબીર ખાને વીડિયોના કેપ્શનમાં બાંગ્લા ભાષામાં લખ્યું છે કે, આજે સવારે મેં અને બાઘાએ મ્યુઝિકની પ્રેક્ટિસ કરી.

આ વીડિયો માત્ર ફેસબુક પર જ નહીં પણ ટ્વિટર અને વ્હોટ્સએપ પર પણ વાઇરલ થઈ રહ્યો છે. ફેસબુક પર યુઝરે કમેન્ટમાં લખ્યું કે, આ શ્વાનને અવોર્ડ મળવો જોઈએ.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી