તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આકસ્મિક ઘટના:અંકલેશ્વર GIDCમાં માર્ગ પરથી આગની જ્વાળા નીકળતા દોડધામ

અંકલેશ્વર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા સ્પાર્ક થતા ગેસ પુરવઠો બંધ કરાયો
  • ડીપીએમસીની ટીમે કલાકની જહેમતે સ્થિતિ નિયંત્રણમાં લીધી

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં સતત્ત ત્રણ દિવસથી ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ પડી રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. રવિવારે એશિયન પેઈન્ટ ચોકડી પાસે બપોર ના સુમારે અચાનક રોડ બાજુ માં જમીન માં થી આગ ના ગોટા ગોટા નીકળી રહ્યા હતા જે થોડા થોડા અંતરે જમીન માંથી બહાર આવી રહ્યા હતા જેને લઇ સ્થાનિક રહીશો માં દહેશત જોવા મળી હતી. કયા અંગે ડીપીએમસી તેમજ ગુજરાત ગેસ કંપની ને કરવામાં આવતા બંને ટિમો ઘટના સ્થળે દોડી આવી હતી અને ગુજરાત ગેસ કંપની દ્વારા ત્વરિત અસર થી આ વિસ્તાર નો ગેસ પુરવઠો બંધ કર્યો હતો. ત્યારબાદ ડીપીએમસી ટીમે ફાયર ટેન્ડર ની મદદ થી આગ બુઝાવી હતી. જે બાદ ગુજરાત ગેસ કંપનીએ ખોદકામ કરી લાઈન માં સર્જાયેલ ભંગાણ શોધી તેનું સમારકામ ચાલુ કર્યું હતું પ્રાથમિક દ્રષ્ટ્રિ એ ખાનગી ટેલિકોમ કંપની દ્વારા કરવામાં આવી રહેલ ખોદકામ દરમિયાન અંદર ગ્રાઉન્ડ કેબલ પસાર કરતી વેળા લાઈન ક્ષતિગ્રસ્ત બની હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો