તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફવા:ડભોઈમાં રાત્રી કર્ફ્યુ લગાવાયાના PIના મેસેજથી દોડધામ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીઆઇનો મેસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ધારાસભ્યે ખુલાસો કરવો પડ્યો
  • ભૂલથી ખોટો મેસેજ કર્યો હોવાનું જણાવી PIએ માફી માગી

દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થતા રાજ્ય સરકારે વડોદરા સહિત મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યું લાદી દિધો છે. જોકે વડોદરામાં 21 નવેમ્બરથી રાત્રી કર્ફ્યું લાદ્યો હોવાનું જાહેર થતા જ ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ.વાઘેલાએ ડભોઈમાં પણ રાત્રી કર્ફ્યું હોવાનો મેસેજ સોશીયલ મીડીયામાં વાયરલ કરી દીધો હતો. જેના કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. ડભોઈવાસીઓ સાંજ પડતા જ તાત્કાલીક પોતાના ઘરે જવા માંડ્યાં હતાં. જ્યારે વેપારીઓએ રાતે 9 વાગે તે પહેલા દુકાનો પણ બંધ કરી દિધી હતી. જ્યારે બીજી તરફ આ સમાચાર સાચા છે કે કેમ તે અંગે ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ને પણ ફોન કર્યાં હતાં.

ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ તાત્કાલીક જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલને આ અંગે પૂછતા તેમને માત્ર શહેરી વિસ્તારમાં જ રાત્રી કર્ફ્યું નંખાયો હોવાનું જણાવ્યું હતું. શૈલેષ સોટ્ટાએ આ અંગે પીઆઈ જે.એમ.વાઘેલા પાસે ખુલાસો માંગ્યો હતો. જે બાદ પીઆઈને પોતાની ભૂલ સમજાતા તેમને આ ખોટા મેસેજ જેમણે પણ કર્યાં હતાં,તે તમામ લોકોને વળતો મેસેજ કરી તેમનાથી ભુલથી ખોટો મેસેજ કરી દેવાયો હોવાનું જણાવી લોકોની માફી પણ માંગી હતી. જ્યારે પોલીસ ઈન્સપેક્ટરની એક ભૂલના કારણે ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ પણ સોશીયલ મીડીયામાં પણ ડભોઈમાં કોઈ રાત્રી કર્ફ્યું નથી તેવા મેસેજ કરવા પડ્યાં હતાં. આ ઘટનાને પગલે ડભોઈમાં હલચલ મચી હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો