તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:આરટીઇની પ્રવેશ પ્રક્રિયા પૂરી હવે દસ્તાવેજોની ચકાસણી થશે

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજો જણાશે તો એડમિશન કેન્સલ કરવામાં આવશે

રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત ધોરણ 1માં ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. દર વર્ષે આરટીઇની પ્રક્રિયા જુલાઇ મહિના સુધી પૂરી થઇ જતી હોય છે. જોકે ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે ઓકટોમ્બર મહિનામાં આરટીઇની કાર્યવાહી પૂરી થઇ હતી. આરટીઇમાં પ્રવેશ લેવા માટે ઘણાં વાલીઓ દ્વારા ખોટા ડોકયુમેન્ટ જમા કરાવતા હોય છે. જેની તપાસ કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે આરટીઇમાં કોઇ વાલીઓ દ્વારા ખોટા પૂરાવા રજૂ કરીને પ્રવેશ મેળવ્યો છે કે નહિ તે અંગેની તપાસ અગામી સમયમાં શરૂ કરવામાં આવશે. આરટીઇમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી દ્વારા વાલીઓએ ડોકયુમેન્ટ જમા કરાવ્યા છે. ડોકયુમેન્ટના આધારે વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.

ચાલુ વર્ષે ડોકયુમેન્ટની ખરાઇ કોરોનાના કારણે શકય બની ના હતી. દિવાળી વેકેશનબાદ આ અંગે તપાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત વાલીઓએ રજૂ કરેલા ડોકયુમેન્ટને સાચા ગણી શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. બોગસ પૂરાવા રજૂ કરીને પ્રવેશ મેળવ્યો હોય તેના માટેની ચકાસણી કરવાનું શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેના આધારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આગામી સમયમાં ડોકયુમેન્ટ વેરીફીકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જો કોઇ વિદ્યાર્થીનો પ્રવેશ ખોટા ડોકયુમેન્ટના આધારે મેળવવામાં આવ્યો હશે તો તેવા કિસ્સામાં પ્રવેશ કેન્સલ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો