તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સફળતા:જન્મતાવેંત બાળકના ફેફસા ફાટયા તબીબોએ બચાવ્યો

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિક્ષા ચલાવીને જીવનનું ગાડું ચલાવનારના સંતાનને માતાના ગર્ભમાંથી જ ચેપ લાગ્યો હતો

રામ રાખે તેને ખરેખર કંઈ થતું હોતું નથી,માત્ર શ્રદ્ધા રાખવાની હોય છે.આવી જ એક ઘટનામાં જન્મતાવેંત બાળકને માતાના ગર્ભમાંથી જ ચેપ લાગ્યો હોવાથી તેના ફેફસા ફાટી ગયા હતા પરંતુ રિક્ષા ચલાવીને જીવનનું ગાડું ચલાવનાર પિતા તબીબો પ્રત્યે શ્રદ્ધા અને દાતાઓએ ભગવાનનું કામ કરતા બાળકને બચાવી શક્યા છે.

દર્દીઓના સગા-વ્હાલાઓને હકારાત્મક બનવાની વાત સૂચવતા બાળરોગ નિષ્ણાત ડૉ જયેશ પંડયા ઘટનાની વિગત આપતા જણાવે છે કે,રિક્ષા ચલાવતા વિરેન્દ્રભાઈ તેમના ધર્મપત્નીને લઈને હોસ્પિટલ આવ્યા હતા.નોર્મલ ડીલીવરી શક્ય ન હતી. છતાં પણ તબીબ કૃપાબા વાળાએ નજીવા ખર્ચે આનંદવાટીકામાં સિઝેરિયન ઓપરેશન કરી આપ્યું હતું. પરંતુ બાળકના ફેફસાં ફાટી જતા તેનું બચવું અશક્ય હતું.નબળું બાળક, ફેફસાં ફાટી ગયેલા,લોહીનો ચેપ, એકાદ લાખ રૂપિયાનો ખર્ચ અને છતાં બાળકને જીવનું જોખમ તો ખરું જ.

આ પરિસ્થિતિ વચ્ચે જન્મ્યા બાદ તરત જ બાળકનું ઓક્સિજન લેવલ માત્ર 20 થઈ ગયું હતું. ત્યારબાદ તબીબોએ દાતા જનાર્દનભાઈ ભટ્ટનો સંપર્ક કરતા તેમણે કોરો ચેક લખી આપ્યો હતો અને તેમણે જણાવેલું કે,બાળક બચવું જોઈએ. કોઈ પણ ખર્ચ ભલે થાય. ત્યાં દુષ્કાળમાં અધિક માસ હોય તેમ બાળકની સારવારમાં વચ્ચે વેન્ટિલેટર મશીન બગડી ગયું.તે સમયે ડૉ અરવિંદ કુચા મદદરૂપ થયા અને અન્યના મશીનની વ્યવસ્થા થઈ ગઈ હતી. ડૉ ધ્યેય પંડ્યા, ડૉ અશ્વિન દવે, ડૉ હર્ષ પટેલ, નંદનવન હોસ્પિટલ, NICU કેન્દ્ર સહિતનાની મહેનત ફળી હતી અને છેવટે બાળકને બચાવી શક્યાના આનંદથી ભાવવિભોર થઈ ગયા હતા. તબીબો ઉપર હુમલા, મારામારી જેવી ઘટનાઓની વચ્ચે આવા સુખદ બનાવો પણ બનતા હોય છે.જે તમામ દર્દીઓ અને તેમના તેમના સગાવહાલાઓએ ધ્યાનમાં રાખવા જેવું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો