તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધર્મ દર્શન ડેસ્ક- શુક્રવાર, 6 માર્ચની સવારે ફાગણ મહિનાની અગિયારસ અને સાંજે બારસ તિથિ રહેશે. આ અગિયારસને આમલકી અગિયારસ અને બારસ તિથિના દિવસને ગોવિંદ બારસ કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ફાગણ પૂનમ અર્થાત્ હોળી પહેલાં આ અગિયારસ પર પણ વિષ્ણુજી અને લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવી જોઈએ. ગોવિંદ બારસે કોઈ ગૌશાળામાં ધનનું દાન કરવું જોઈએ. અહીં જાણો આ શુભ યોગમાં બીજા કયા-કયા પુણ્યકર્મ કરી શકાય છે-
> અગિયારસ પર કોઈ મંદિર જાઓ અને ભગવાન વિષ્ણુની સાથે જ મહાલક્ષ્મીની પણ પૂજા કરો. પૂજામાં દક્ષિણાવર્તી શંખથી લક્ષ્મી-વિષ્ણુની મૂર્તિનો અભિષેક કરો. તેની માટે દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને આ દૂધથી અભિષેક કરો. વિષ્ણુ મંત્ર- ऊँ नमो भगवते वासुदेवाय અને લક્ષ્મી મંત્ર- ऊँ महालक्ष्मयै नम: નો જાપ કરો. બંને મંત્રોનો જાપ અલગ-અલગ ઓછામાં ઓછા 108 વાર કરો. પૂજા પછી ભૂલ-ચૂક માટે ક્ષમા યાચના કરો. આ પૂજા કોઈ બ્રાહ્મણની મદદથી પણ કરાવી શકો છો.
> અગિયારસ પર ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની વિશેષ પૂજા કરવી જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય ગાયો માટે ગૌશાળામાં ધન અને લીલા ઘાસનું દાન કરો. શ્રીકૃષ્ણ પૂજામાં ગાયની નાનકડી મૂર્તિ પણ રાખો. માખણ-સાકરનો ભોગ લગાવો.
> આ તિથિને રંગભરી અગિયારસ પણ કહે છે. આ દિવસે ભગવાનને પ્રાકૃતિક રંગ ચઢાવવો જોઈએ. પ્રાકૃતિક રંગ ફૂલોમાંથી બનાવી શકાય છે.
> તુલસીની સાથે જ ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામની પૂજા પણ કરો. પૂજામાં તુલસી ક્યારે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો.
> આ દિવસે પોતાના ઈષ્ટદેવનું ધ્યાન ધરો અને જરૂરિયાતમંદ લોકોને ધન તથા અનાજનું દાન કરો.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.