ઉપાર્જન / ભંગાર ઇલેકટ્રોનિક્સ સામાન ફેંકશો નહીં, તેમાંથી પણ રૂપિયા ઉપજી શકે

Do not throw away the debris electronic goods, it can also cost rupees

  • મોબાઇલ-લેપટોપ 75 રૂપિયે, એસી 30 રૂપિયે કિલોમાં વેચાણ થાય છે
  • ભાવનગરમાં ઇ-વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરની તાતિ જરૂરીયાત

Divyabhaskar.com

Jun 08, 2019, 09:26 AM IST

ભાવનગર: સામાન્ય રીતે વિશ્વ પર્યાવરણ દિવસ આવે અને સ્મશાન વૈરાગ્યની જેમ એક દિવસ આપણે સૌ નાના મોટા કાર્યક્રમો, વૃક્ષારોપણ, દરિયાઇ સફાઇ જેવા કાર્યક્રમો કરી સંતોષ માની બેસી જઇએ છીએ. પરંતુ 21મી સદીની સૌથી મોટી સમસ્યા ઇ-વેસ્ટની છે, અને તેના નિકાલ માટે ઇ-વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરની ભાવનગર જિલ્લામાં તાતી જરૂરીયાત છે. વળી, લોકોને પણ બિનઉયોગી અને બેકાર ઇલેકટ્રોનિક્સ સામાન ફેંકવાને બદલે તેના યોગ્ય રૂપિયા ઉપજી શકે છે.

હાલ ભાવનગરનો તમામ ઇ-વેસ્ટ હૈદરાબાદની એક ખાનગી કંપની એકત્ર કરી લઇ ખરીદી લઇ જાય છે. પરંતુ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા જહાજોમાંથી પણ મોટા જથ્થામાં ઇ-વેસ્ટ નીકળી રહ્યો છે, અને તેના કારણે ભાવનગરમાં ઇ-વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર ખોલવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્રને તેનો સારો લાભ મળી શકે તેમ છે. ઇલેકટ્રોનિક્સ ઉપકરણોના સતત વધતા જતા ઉપયોગથી મોબાઇલ, ટીવી, ફ્રીજ, એરકન્ડીશન યુનિટ જેવા સાધનો સામાન્ય વર્ગના લોકો પાસે પણ ઉપલબ્ધ બને છે. આ તમામ ઇલેકટ્રોનિક્સ ઉપકરણોની એક નિશ્ચિત આયુષ્ય હોય છે, અને ટેકનોલોજી પણ બદલાવવાની સાથે લોકો જૂની વસ્તુઓને ભંગારમાં પાણીના ભાવે આપી દે છે.

X
Do not throw away the debris electronic goods, it can also cost rupees
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી