• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Do not believe the decision of municipal commissioner in Ahmedabad Pan Galla is still open, the businessman said, 'I will do when all is closed'

કોરોના વાઇરસ / અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશ્નરનો નિર્ણય ન માની પાન-ગલ્લા હજી ખુલ્લા, વેપારીએ કહ્યું, ‘બધા બંધ કરશે ત્યારે કરીશ’

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • રવિવારે જનતા કર્ફ્યુમાં તમામ નાના-મોટા વેપારીઓનું સમર્થન
  • પોતાનું નુકશાન ન થાય તે માટે લોકોના હિત સાથે ચેડા કરે છે

દિવ્ય ભાસ્કર

Mar 20, 2020, 08:54 PM IST

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે ગલ્લા બંધ કરવાના આદેશ આપ્યો છે. ત્યારે અમુક પણ ગલ્લા વાળાનું એવું કહેવું છે કે જ્યારે બીજા બધા ગલ્લા બંધ થશે ત્યારે હું મારો ગલ્લો બંધ કરીશ. એટલે કે આ મહામારી બાદ પણ લોકો થોડા દિવસ ગલ્લા બંધ રાખીને પોતાનું નુકશાન નથી થવા દેવા માંગતા.

લોકોને નુકસાનની ચિંતા
કોરોના વાયરસની અસર વિશ્વ સહિત સમગ્ર ભારતમાં જોવા મળી રહી છે. વિશ્વમાં કોરોના વાઇરસને કારણે સમગ્ર વિશ્વમાં 10,000 લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે અમદાવાદ સહિત ગુજરાતભરમાં તકેદારીના ભાગ રૂપે 22 માર્ચે જનતા કર્ફ્યુમાં લોકોએ પીએમને સમર્થન આપ્યું છે. સાથે જ અમદાવાદમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. એરપોર્ટ પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી 5 કેસ પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે. જેમાં અમદાવાદના 2 કેસનો પણ સમાવેશ થાય છે. તો આ કેસ બાદ તંત્ર દોડતું થયું છે અને આગામી 31 માર્ચ સુધી તમામ સ્કૂલ, કોલેજ, મોલ, મલ્ટીપ્લેક્ષ બધું જ બંધ રહેશે. જ્યારે આજે 2 કેસ પોઝિટિવ પ્રકાશમાં આવ્યા બાદ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે, પાન-ગલ્લા આગામી 31 માર્ચ સુધી બંધ રહેશે અને જાહેરમાં થૂંકવાનો દંડ 500થી વધારી 1000 રૂપિયા કરવામાં આવ્યો છે. આ નિર્ણયને મોટે ભાગે લોકોનો સાથ મળી રહ્યો છે. ત્યારે અમુક વેપારીઓ આજથી પણ ગલ્લા બંધ નથી કર્યા કલ થી સંપૂર્ણ પણે બંધ કરશે.તો અમુકનું કહેવું છે કે જ્યારે બીજા બધા બંધ થશે તો હું પણ કરી દઈશ. એટલે આનો અર્થ એમ થયો કે તેમને લોકોની નહીં પણ પોતાના નુકશાનની વધારે ચિંતા છે.

એ.એમ.ટી.એસ. અને બી.આર ટી.એસ.માં પણ મુસાફરો ઘટ્યા

અમદાવાદમાં કોરોનાની દહેશત બાદ લોકો પોતાના ઘરમાંથી પબ્લિક વધારે હોય તેવી જગ્યાએ જવાનું ટાળી રહ્યા છે.અમદાવાદમાં મણિનગર એ.એમ.ટી.એસ.સ્ટેન્ડે પણ આવો જ નજારો જોવા મળ્યો. જ્યાં આખું સ્ટેન્ડ ખાલીખમ નજરે પડ્યું હતું. આગામી રવિવારે પણ પીએમના જનતા કારફ્યુના નિર્ણયના સમર્થનમાં AMTS અને BRTS બંધ પાળવાના છે.

(તસવીર અને અહેવાલઃ શિવમ મેવાડા)

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી