યુએસએ / એટલાન્ટામાં દિવાળીની શાનદાર ઉજવણી કરાઈ, 80થી વધુ ઈન્ડિયન-અમેરીકન એસોસિએશને ભાગ લીધો

Diwali celebration in Atlanta hosted by the Consulate General of India, Atlanta
Diwali celebration in Atlanta hosted by the Consulate General of India, Atlanta

Divyabhaskar.com

Nov 21, 2019, 06:28 PM IST
એટલાન્ટા (રુચિતા પટેલ દ્વારા): જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટમાં હાલમાં દિવાળીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા-એટલાન્ટા દ્વારા ઈન્ડિયન-અમેરીકન એસોસિએશનોના સહયોગથી ઇન્ફિનિટ એનર્જી સેન્ટર ખાતે દિવાળીની ઉજવણીમાં અંદાજે 4 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ઈવેન્ટમાં તમામ લોકો માટે ફ્રી એન્ટી હતી તેમજ ફ્રીમાં ફૂડ આપવામાં આવ્યું હતું.

કૉન્સલ જનરલ ઓફ ઈન્ડિયા-એટલાન્ટા સ્વાર્તિ કુલકર્ણીએ પોતાની સ્પીચમાં જણાવ્યું હતું, ‘‘આપણી સંસ્કૃતિની સાથે મળીને ઉજવણી માટે કોન્સ્યુલેટ તરીકે અમે બધા ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન સાથે સહયોગ સાધવા માંગીએ છીએ. જેવી રીતે યોગ દિવસની ઉજવણી કરી હતી એ જ રીતે હવે આપણે સાથે મળીને દિવાળીની ઉજવણી કરીશું. વિવિધતામાં એકતા એ આપણી તાકાત છે.’’

આ પ્રસંગે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના સેક્રેટરી ડૉ. વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે, ‘‘દિવાળીની આ ઉજવણીમાં 80થી વધુ ઈન્ડિયન-અમેરીકન એસોસિએશને ભાગ લીધો છે. જેમાં ડઝનથી વધુ હોદ્દોદારો અને 400થી વધુ લોકો સામેલ છે. અમને આશા છે કે દર વર્ષે આમાં વધારો થશે.’’

આ તકે મનોજ બારોટે જણાવ્યુ હતું કે આ દિવાળીની ઉજવણીનું સ્થળ, ફૂડ, ઈન્સ્યોરન્સ સહિતની કામગીરીમાં જીસીએએનએના પ્રેસિડન્ટ અમિત શાહે જહેમત ઉઠાવી હતી. ઈવેન્ટને સફળ બનાવવા માટે સ્પોન્સર્સ તરીકે પટેલ બ્રધર્સનો સાથ મળ્યો હતો.

X
Diwali celebration in Atlanta hosted by the Consulate General of India, Atlanta
Diwali celebration in Atlanta hosted by the Consulate General of India, Atlanta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી