તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લંડનનાં ટ્રેફલગર સ્ક્વેર ખાતે દિવાળીનું ધમાકેદાર સિલિબ્રેશન, મોટી સંખ્યામાં ભારતીયો જોડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લંડન (સૂર્યકાંત જાદવા દ્વારા): લંડનનાં ટ્રેફલગર સ્ક્વેર ખાતે ધમાકેદાર દિવાળી સિલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભારતીયો જોડાયા હતા. 
 
લંડનમાં રહેતા તમામ લોકો ઉપરાંત પ્રવાસીઓને આ સેલિબ્રેશનમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં લોકો પરિવાર સાથે મ્યુઝિક, ડાન્સ, સ્વાદિષ્ઠ ફૂડ અને ડ્રીન્ક ઉપરાંત વિવિધ પ્રકારની એક્ટિવિટીની મજા માણી હતી. આ ફ્રી ‘ફેસ્ટિવલ ઓફ લાઈટ્સ’ ઈવેન્ટમાં અનેક દેશના લોકોએ ભાગ લીધો હતો. દિવાળી ફેસ્ટિવલમાં થોડા સમય માટે વરસાદ વિઘ્ન બન્યો હતો, જો કે લોકોના ઉત્સાહના કારણે સેલિબ્રેશન બંધ કરવામાં આવ્યું ન હતું.
 
દિવાળી સેલિબ્રેશનમાં ભારતીય સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં લોકોએ જુદા જુદા પ્રકારની સ્વાદિષ્ઠ વેઝિટેરીયન વાનગી, નોન આલ્કોહોલિક ડ્રીન્કની મજા માણી હતી. ખાણીપીણી જલસા ઉપરાંત અહીં બોલિવૂડ ડાન્સ ક્લાસ, યોગા અને મેડીટેશન સેશન, વગેરે પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો