મહાપર્વ / દિવાળી આજેઃ લક્ષ્મી, કુબેર અને અન્ય દેવી-દેવતાઓની પૂજાના શુભ મુહૂર્ત અને વિધિ

Diwali 2019 Puja Vidhi Deepawali Shubh Muhurat 2019 Diwali Mantra

Divyabhaskar.com

Oct 27, 2019, 11:35 AM IST

ધર્મ ડેસ્કઃ હિંદુ કેલેન્ડરના આસો મહિનાની અમાસને લક્ષ્મીના પ્રાકટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરને સાફ અને પવિત્ર કરવામાં આવે છે અને દીવો પ્રગટાવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 27 ઓક્ટોબર એટલે આજે આસો મહિનાની અમાસે તુલા રાશિ અને ચિત્રા નક્ષત્રમાં ઉજવવામાં આવશે. આજે પદ્મ યોગ બની રહ્યો છે. આ યોગમાં લક્ષ્મજીની પૂજાનું બમણું ફળ પ્રાપ્ત થાય છે.

ખરીદી અને પૂજાના મુહૂર્ત

સવારેઃ 08-10 થી 11-55 સુધી
બપોરેઃ 01-35 થી 02-50 સુીધી
સાંજેઃ 05-40 થી રાતે રાતે 10-20 સુધી
મધરાતના મુહૂર્ત- રાતે 11-40 થી 12:25
વૃષભ લગ્નઃ સાંજે 06-45 થી રાતે 08-25 સુધી
સિંહ લગ્નઃ રાતે 01-15 થી 03-20 સુધી

લક્ષ્મી-ગણેશ પૂજા માટે સ્થાપનાઃ-
પૂજા સ્થાને લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરવી. આ મૂર્તિઓ એવી રીતે રાખવી કે તેમનું મુખ પૂર્વ અથવા પશ્ચિમમાં રહે.
કળશને લક્ષ્મીજી પાસે ચોખા પર રાખો. નારિયેળને લાલ વસ્ત્રમાં એવી રીતે લપેટવું કે નારિયેળનો આગળનો ભાગ જોવા મળે અને તેને કળશ પર રાખવો. આ કળશ વરૂણદેવનું પ્રતીક છે.
હવે બે મોટા દીવા રાખવાં. એકમાં ઘી અને બીજામાં તેલનો દીવો રાખવો. એક દીવો ચોકીની જમણી બાજુ રાખવો અને બીજો મૂર્તિના ચરણમાં રાખો.
તેના અતિરિક્સ એક દીવો ગણેશજી પાસે રાખો.

પૂજાની થાળીઃ-
પૂજાની થાળી સંબંધે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લક્ષ્મી પૂજામાં ત્રણ થાળી સજાવવી જોઇએ.
પહેલી થાળીમાં 11 દીવા રાખવાં. બીજી થાળીમાં પૂજન સામગ્રી આ રીતે સજાવો- સૌથી પહેલાં ધાણી, પતાશા, મીઠાઈ, વસ્ત્ર, ઘરેણાં, ચંદનનો લેપ, સિંદૂર, કંકુ, સોપારી અને થાળીની વચ્ચે પાન રાખવાં.
ત્રીજી થાળીમાં આ ક્રમમાં સામગ્રી સજાવો- સૌથી પહેલાં ફૂલ, દૂર્વા, ચોખા, લવિંગ, એલચી, કેસર-કપૂર, સુગંધિત પદાર્થ, ધૂપ, અગરબત્તી, એક દીવો.
આ પ્રકારે થાળી સજાવીને લક્ષ્મી પૂજન કરો.

દેવી લક્ષ્મી અને શ્રીગણેશ પૂજાઃ-
ઘરને સાફ કરીને પૂજા-સ્થાનને પણ પવિત્ર કરી લો અને સ્વયં પણ સ્નાન વગેરે કરી શ્રદ્ધા-ભક્તિપૂર્વક સાંજના સમયે શુભ મુહૂર્તમાં મહાલક્ષ્મી અને ભગવાન શ્રીગણેશની પૂજા કરો.
દિવાળી પૂજા માટે કોઇ ચોકી કે કપડાના પવિત્ર આસન પર ગણેશજીના જમણાં ભાગમાં મહાલક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો.
શ્રીમહાલક્ષ્મીજીની મૂર્તિ પાસે એક જ સાફ વાસણમાં કેસરયુક્ત ચંદનથી અષ્ટદળ કમળ બનાવીને તેના ઉપર થોડાં રૂપિયા રાખો, એક સાથે જ બંનેની પૂજા કરો.
સૌપ્રથમ ભગવાન શ્રીગણેશની પૂજા કરો. ત્યાર બાદ કળશ પૂજન તથા ષોડશમાતૃકા(સોળ દેવીઓનું)પૂજન કરો.
ત્યાર બાદ પૂજામાં મંત્રોથી પૂજાની બધી સામગ્રી દ્વારા મહાલક્ષ્મીનું પૂજન કરો.
લક્ષ્મી પૂજા સમયે આભૂષણ, સોનું અને ચાંદીના સિક્કાની પૂજા કરો. તેની સાથે જ, તિજોરી અને ઘરમાં સ્થિત મંદિરમાં હળદર અને કેસરને મિક્સ કરીને તે પાણીથી સ્વસ્તિક ચિહ્ન બનાવો. તે સ્વસ્તિક ઉપર લક્ષ્મીજી સ્થાપિત કરી પૂજા કરો.
લક્ષ્મી પૂજા કરતી વખતે નીચે આપેલો મંત્ર બોલો અને પૂજા સામગ્રી દેવી લક્ષ્મી ઉપર અર્પણ કરો.

લક્ષ્મીપૂજાના મંત્રઃ-

1. ॐ श्रीं श्रीयै नम:

2. ॐ ह्रीं श्रीं लक्ष्मीभ्यो नमः॥

3. ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:॥

સમર્પણ- પૂજામાં છેલ્લે कृतोनानेन पूजनेन भगवती महालक्ष्मीदेवी प्रीयताम्, न मम। આ બોલીને બધી જ પૂજન સામગ્રી ભગવતી મહાલક્ષ્મીને સમર્પિત કરો અને જળ છોડવો.

ત્યાર બાદ શ્રીગણેશ, કમળ, માતા સરસ્વતી, ભગવાન કુબેર અને દીવાની પૂજા કરવામાં આવે છે.

દેહલીવિનાયક પૂજનઃ-
દુકાન કે ઓફિસમાં દીવાલ ઉપર ॐ શ્રીગણેશાય નમઃ, સ્વસ્તિક ચિહ્ન, શુભ-લાભ સિંદૂરથી લખવામાં આવે છે. આ શબ્દો ઉપર ॐ દેહલીવિનાયકાય નમઃ આ નામમંત્ર દ્વારા ગંધ-પુષ્પાદિથી પૂજા કરો.

શ્રીમહાકાળી પૂજનઃ-
સ્યાહીની બોટલને મહાલક્ષ્મી સામે ફૂલ અને ચોખા ઉપર રાખીને તેના ઉપર સિંદૂરથી સ્વસ્તિક બનાવી દેવું અને મૌલી લપેટી દેવી. પછી ॐ શ્રીમહાકાલ્યૈ નમઃ આ મંત્ર બોલીને પૂજાની સુગંધિત વસ્તુઓ, ફૂલ અને અન્ય અન્ય સામગ્રીથી બોટલ તથા ભગવતી મહાકાળીની પૂજા કરવી અને છેલ્લે પ્રાર્થનાપૂર્વક પ્રણામ કરો.

કલમ પૂજનઃ-
કલમ (પેન) પર મૌલી બાંધીને સામે રાખો અને ॐ લેખનીસ્થાયૈ દેવ્યૈ નમઃ મંત્ર દ્વારા ગંધ, ફૂલ, ચોખા વગેરેથી પૂજા કરીને પ્રણામ કરો.

બહીખાતા પૂજનઃ-
બહીખાતા પર રોલી કે કેસર યુક્ત ચંદનથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને પાંચ હળદરની ગાંઠ, કમળગટ્ટા, ચોખા, દૂર્વા તથા થોડાં રૂપિયા રાખીને ॐ વીણાપુસ્તકધારિણ્યૈ શ્રીસરસ્વત્યૈ નમઃ મંત્ર બોલીને ગંધ, ફૂલ, ચોખા વગેરે અર્પણ કરી સરસ્વતી માતાનું પૂજન કરો.

કુબેર પૂજનઃ-
તિજોરી અથવા રૂપિયા રાખવામાં આવતા સ્થાન પાસે સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને પછી કુબેરનું આહવન કરો. આહવન બાદ ॐ કુબેરાય નમઃ આ મંત્રથી ગંધ, ફૂલ વગેરેથી પૂજા કરી છેલ્લે આ પ્રકારે પ્રાર્થના કરો. પ્રાથના કર્યા બાદ હળદર, કમળગટ્ટા, રૂપિયા, દૂર્વાથી યુક્ત થેલી તિજોરીમાં રાખો. પૂજા થયા બાદ કુબેરદેવ પાસે ધનલાભ માટે પ્રાર્થના કરો.

કુબેર પ્રાર્થના મંત્રઃ-

धनदाय नमस्तुभ्यं निधिपद्माधिपाय च।
भगवान् त्वत्प्रसादेन धनधान्यादिसम्पद:।।

દીપમાલિકા (દીવા)નું પૂજનઃ-
એક થાળીમાં 11, 21 અથવા તેનાથી વધારે દીવો પ્રગટાવીને મહાલક્ષ્મી પાસે રાખો. પછી એક ફૂલ અને થોડાં પાન હાથમાં લો. પછી તેની સાથે બધા પ્રકારની પૂજન સામગ્રી પણ લેવી. ત્યાર બાદ ॐ દીપાવલ્યૈ નમઃ આ મંત્ર બોલને ફૂલ પાનને બધા દીવા પર અર્પણ કરો અને દીપમાલિકાઓની પૂજા કરો. દીવાની પૂજા કરી સંતરું, ઈખ, ધાન વગેરે પદાર્થ અર્પણ કરો. ધાનની લાવા ગણેશ, મહાલક્ષ્મી તથા અન્ય બધા દેવી-દેવતાઓને પણ અર્પણ કરો.

આ પ્રકારે પૂજા કર્યા બાદ લક્ષ્મીજીની આરતી કરો. નૈવેદ્ય ધરાવો અને બધાને પ્રસાદ આપવો.

X
Diwali 2019 Puja Vidhi Deepawali Shubh Muhurat 2019 Diwali Mantra

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી