• Home
  • Bollywood
  • TV
  • divya bhaskar exclusive asit modi shared taarak mehta ka ooltah chashmah interesting incidents

Exclusive / અસિત મોદીએ કહ્યું, ‘દયા ભાભીએ મને રાખડી બાંધી, જેઠાલાલ સહિતના બધા સાથે ગાઢ રીતે જોડાયેલા છીએ’

divya bhaskar exclusive asit modi shared taarak mehta ka ooltah chashmah interesting incidents
X
divya bhaskar exclusive asit modi shared taarak mehta ka ooltah chashmah interesting incidents

  • સૌથી લાંબા સમય સુધી ચાલનાર કોમેડી-ફેમિલી શોનો રેકોર્ડ પોતાને નામ કરી ચૂકેલા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ક્રિએટર-મેકર અસિત મોદીએ શો સાથેની વાતો શૅર કરી

Divyabhaskar.com

Dec 30, 2019, 12:04 PM IST
મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બારમા વર્ષમાં ચાલી રહ્યો છે, પરંતુ તેની સફર તેના ઘણાં વર્ષો પહેલાં શરૂ થઈ હતી. મેં આ શોની કલ્પના 2001માં કરી હતી, જ્યારે મેં ગુજરાતી સામયિક ચિત્રલેખાની કોલમના રાઇટ્સ લીધા હતા. સાસુ-વહુના શોનું તે સમયે ભારતીય ટેલિવિઝન પર વર્ચસ્વ હતું. જે પણ ચેનલને હું મળતો હતો, તે મને કોમેડી શોની સફળતા વિશે નકારાત્મક અભિપ્રાયો વ્યક્ત કરતાં, પરંતુ મને વિશ્વાસ હતો કે આ શો એક દિવસ આખા કુટુંબને એક સાથે હસાવશે અને જુઓ શું થયું? ‘તારક મહેતા..’ એ ભારતીય ટીવી શોમાં સાસ-બહુ સિરિયલના ટ્રેન્ડની બહાર જઈને ઇતિહાસ રચ્યો. આ શો સાથેના મારા છેલ્લા અગિયાર વર્ષ ખૂબ યાદગાર રહ્યા છે, તો હું તમને તેનાથી સંબંધિત કેટલીક વિશેષ બાબતો જણાવીશ.

શું કહ્યું અસિત મોદીએ?

1. જ્યારે દયાભાભીએ (દિશા) મને રાખડી બાંધી

અમારા પરિવારો પણ શોમાં કામ કરતી વખતે સાથે જોડાય જાય છે. દિલીપ જોશી, શૈલેષ લોધા, મંદાર ચંદવાડકર અને શોના અન્ય કલાકારોનો પરિવાર એક અંગત પરિવાર જેવો થઇ ગયો છે. અમારા ડિરેક્ટર્સમાંથી એક ડિરેક્ટરે શોમાં જ રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવી એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા અને તેમનો પરિવાર સ્થાયી થયો. શોનું સૌથી ચર્ચિત પાત્ર દયા ભાભી એટલે કે દિશા વાકાણી સાથે મારે બહેનના સંબંધો બંધાયા. એકવાર રક્ષાબંધનના તહેવાર પર અમે બધા સપરિવાર લોનાવલા ફરવા ગયા. આ દરમિયાન તેણે મને રાખડી બાંધી. તેનો અને મારો પરિવાર એકબીજા સાથે જોડાયેલ છે. હવે જ્યારે આ વાત બહાર નીકળી છે ત્યારે ચાલો હું નિષ્ઠાપૂર્વક ઈચ્છું છું કે તે જલ્દી શોમાં પાછી ફરે. ભારતની મહિલાઓ ગર્ભાવસ્થા પછી કામ પર પરત આવે છે. તેમના પરિવાર અને ધંધા-કામની સાથે પોતાના પરિવારને સંભાળે છે. તેમના લગ્નના 2 વર્ષ પછી પણ મેં હકારાત્મક અભિગમ રાખીને રાહ જોઇ છે.. હમણાં લગ્ન કર્યા પછી તેના પરિવારજનોનો અભિપ્રાય છે. અમારી વચ્ચે કોઈ વિવાદ નથી. તે આવે તો સારું, પરંતુ જો તે ના આવવા માગતી હોય તો પણ હું તેના નિર્ણયનો આદર કરીશ. તેમના વિના પણ, આ શો બે વર્ષથી ટોચના પાંચ સ્થાનમાં છે. થોડા જ દિવસોમાં હું બધા દર્શકોને સમાચાર આપીશ કે તે પાછી આવી રહી છે કે નહીં. તે નિશ્ચિત છે કે શોમાં દયાનું પાત્ર હંમેશાં ચાલવાનું છે.

2. ડૉ. હાથીની વિદાય 

અમારા શોમાં ડૉ. હંસરાજ હાથીની ભૂમિકા ભજવનાર કવિ કુમાર આઝાદના અવસાને માત્ર મને જ નહીં પરંતુ આખી ટીમને આંચકો આપ્યો. જ્યારે આવી ઘટનાઓ બને છે તો કોઈને કામ કરવાનું પસંદ નથી. આઝાદ ભાઈ હંમેશાં કહેતા હતા કે અસિતભાઈ તમારે હંમેશા તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને આરામ કરવો જોઈએ. શોના આખા યુનિટના બધા લોકોની જવાબદારી તમારા પર છે. મારી તબિયત આજે પણ સારી છે, પરંતુ આઝાદ ભાઈએ અમને છોડી દીધા. કહે છે કે આજ તો જીવન છે અને ‘ધ શો મસ્ટ ગો ઓન.’ તેમના ગયા પછી શોના પ્રારંભમાં આ સિરિયલ સાથે જોડાયેલા અભિનેતા નિર્મલ સોનીને ડૉ. હાથી તરીકે લેવામાં આવ્યાં. 

3. શો બંધ થતા બચી ગયો

થોડા વર્ષો પહેલા એવું થયું કે અમે કાંદિવલીમાં ભાડાના સેટ પર શૂટિંગ કરી રહ્યા હતા અને અમારો લીઝ એગ્રીમેન્ટ પુરો થવા આવ્યો હતો. દર વર્ષની જેમ અમને લાગ્યું કે આ વર્ષે પણ લીઝ એગ્રીમેન્ટ રિન્યૂ થઈ જશે પરંતુ તેઓ આ સ્થળે એક નવો પ્રોજેક્ટ લાવવાની વિચારણા હેઠળ હતા. અમારી પાસે અન્ય કોઇ લોકોશન ઉપલબ્ધ ન હોવાના કારણે એક મોટી મુસીબત ઉભી થઇ હતી કે હવે શૂટિંગ ક્યાં કરીશું. એક ચમત્કારની જેમ, કાંદિવલીના પ્રોપર્ટીના માલિકોએ લીઝ એગ્રીમેન્ટ એક વર્ષ લંબાવી દીધો અને અમને એક વર્ષનો સમય મળ્યો. આ દરમિયાન અમે મુંબઈની ફિલ્મ સિટીમાં એક નવી જગ્યા લીધી. હવે અમે ત્યાં જ શૂટિંગ કરીએ છીએ, આ રીતે આજે પણ શો બંધ થતા બચી ગયો અને આજે પણ પ્રેક્ષકોને હસાવી રહ્યો છે.

4. ટપ્પુ સેના હૃદયની નજીક

આ શોમાં કામ કરતા તમામ બાળકો મારા બાળકો જેવા છે. જ્યારે હું શૂટિંગ માટે જતો ત્યારે ટપ્પુ સેનાના નાના કલાકારો મારી પાસે આવીને મને ઘેરી લેતા હતા. હવે દરેક જણ મોટા થયા છે અને તેમની સ્ટાઇલ બદલાઈ ગઈ છે. ખાસ કરીને શો સાથે પહેલેથી જ જોડાયેલા ગોલી, ગોગી અને પિંકુ મને ખૂબ ચાહે છે. ગોલી ખૂબ સારો અભિનેતા છે. ગોગી અને પિંકુ પણ કટિબદ્ધતા સાથે કામ કરે છે. ભવ્ય ગાંધી જે પહેલા ટપ્પુની ભૂમિકા ભજવતા હતા. તે મારા હૃદયની નજીક હતા અને આજે પણ છે. મેં તેને બાળપણથી જોયો છે અને તેનું કાસ્ટિંગ પણ મેં જ કર્યું હતું. અચાનક એક દિવસ જ્યારે ભવ્યએ શો છોડવાનો નિર્ણય કર્યો ત્યારે હું એકદમ હતાશ થઇ ગયો. અમે તેની સાથે વાતચીત કરવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ તે તેના નિર્ણય પર અડગ હતો. સોનુએ શો છોડ્યો ત્યારે પણ આવું જ બન્યું હતું. આ એક વસ્તુ છે જેને હું ઈચ્છું તો પણ બદલી શકું નહીં. જો કુટુંબમાંથી કોઈ પણ અલગ થઈ જાય તો મને ખૂબ જ દુ:ખ થાય છે. અમે બધા ભાવનાત્મક સ્તરે સાથે જોડાયેલા છીએ. હું સમજી ગયો છું કે લોકો આવશે અને જશે, પણ આપણે પ્રેક્ષકો સાથેનો જે સંબંધ છે, તેને જાળવવો પડશે.

5. વડાપ્રધાનની પ્રશંસા ખૂબ મૂલ્યવાન

આખા ભારતનો આ એકમાત્ર શો છે, જેણે આ જ સુધી લીપ લીધો નથી. એક જ ટીમની સાથે 12 વર્ષ ટકી રહેલો એક શો પોતાનામાં એક અદભૂત વસ્તુ છે. આ જ ટીમ હજી પણ આખા શો માટે કામ કરે છે. અમારા ડિરેક્ટર, ટેક્નિશિયનની ટીમ પણ સમાન છે. કેટલાક લોકો નીકળી જાય છે અને કેટલાક પાછા આવે છે. આ શો સાથે સંકળાયેલી મારી સૌથી ભાવનાત્મક ક્ષણ એ હતી જ્યારે તેની લોકપ્રિયતા અને સફળતા જોઈને વડાપ્રધાન મોદીજીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને શુભેચ્છા આપી સ્વચ્છ ભારતના એમ્બેસેડર બનાવ્યા હતા.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી