અરવલ્લી / જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, લોકોના કામ ખોરવાયા

બેનર સાથે પ્રદર્શન કરતા મહેસૂલી કર્મચારીઓ
બેનર સાથે પ્રદર્શન કરતા મહેસૂલી કર્મચારીઓ

  • ક્લાર્કને નાયબ મામલતદારના પ્રમોશન આપવા જેવી 17 માંગણી સાથે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

Divyabhaskar.com

Dec 09, 2019, 05:54 PM IST
મોડાસા: આજે સોમવારથી રાજ્યભરના મહેસૂલ કર્મચારીઓએ અચોક્કસ મુદતથી હડતાળ પર ઉતાર્યા છે. છેલ્લા કેટલાય વખતથી વણઉકેલાયેલા પડતર પ્રશ્નોના મુદ્દે રાજ્યના મહેસૂલ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જેને પગલે લોકોના કામ ખોરવાયા હતા. અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા 119 કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. જિલ્લા સેવાસદન કચેરી ખાતે ધરણા કરી તેમની પડતર માંગણીઓ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કામગીરીથી અળગા રહી હડતાળ યથાવત રહેશે તેવું જણાવ્યું હતું.
રાજ્યના મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરાઇ પણ હજુ સુધી કોઇ નિરાકરણ આવી શક્યુ નથી. પરિણામે મહેસૂલ કર્મચારીઓ પણ સરકાર સામે જંગે ચઢ્યાં છે. અરવલ્લી જિલ્લાના 119 મહેસૂલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા વિવિધ સંસ્થાઓની સેવામાં અસર પડી હતી. જેમાં પુરવઠા વિભાગ તેમજ જન સેવા કેન્દ્ર અને જમીનને લગતી કામગીરી ઠપ્પ થઇ જતા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો .
મહેસૂલ કર્મચારી મહામંડળના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, રેવન્યૂ તલાટી સંવર્ગને મહેસૂલમાંથી રદ કરી પંચાયત મંત્રી કેડર સાથે મર્જ કરવા, ક્લાર્કને નાયબ મામલતદારના પ્રમોશન આપવા, આવી 17 માંગણીઓને લઇને રજૂઆતો કરાઇ પણ હજુ કોઇ ઉકેલ આવી શક્યો નથી. સરકાર હકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને મહેસૂલ કર્મચારીઓના પ્રશ્ન ઉકેલેવો જોઈએ. મહેસૂલ કર્મચારીઓનુ કહેવું છેકે, જયાં સુધી સરકાર પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી લડત જારી રહેશે. રાજ્યના દસ હજાર કર્મચારીઓ હડતાલમાં જોડાતાં સરકારી કામકાજ ખોરવાશે તેવી શક્યતાને પગલે મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ચિંતામાં છે.
(તસવીર અને માહિતી કૌશિક સોની, ભિલોડા)
X
બેનર સાથે પ્રદર્શન કરતા મહેસૂલી કર્મચારીઓબેનર સાથે પ્રદર્શન કરતા મહેસૂલી કર્મચારીઓ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી