સાયરા ગેંગરેપ હત્યા કેસ / 3 આરોપીઓને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરાતા વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર, એક આરોપીએ દુષ્કર્મ આચર્યાનું કબૂલ્યું

District Court remands 3 accused to 3 more days one accused confess physical abused to sayara collegian girl

  • આજે શનિવારે 3 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા
  • આરોપીએ કયા સ્થળે શારીરિક સંબંધ બાંધ્યા એ તપાસવા રિમાન્ડ માંગવામાં આવ્યું

Divyabhaskar.com

Jan 18, 2020, 08:09 PM IST
મોડાસા: સાયરા(અમરાપુર) ગામની 19 વર્ષીય યુવતીનું અપહરણ,દુષ્કર્મ અને હત્યાની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં ઘટનાના ભારે પડઘા પડી રહ્યા છે. સાયરા કાંડને અંજામ આપનાર ચાર આરોપીઓમાંથી ૩ આરોપીઓને મોડાસા રૂરલ પોલીસે સોમવારે મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ પુરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરી આરોપીઓની કસ્ટોડિયલ ઈંસ્ટ્રોગેશનની જરૂરિયાત જણાતા 9 દિવસના રિમાન્ડની માંગ કરતા નામદાર કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.જેમાં એક આરોપીએ દુષ્કર્મ આચર્યું હોવાનું કબૂલ્યું હતું.
કોર્ટ સમક્ષ દુષ્કર્મનો ખુલાસો
પોલીસે જે પ્રમાણે રિમાન્ડની માંગ કરી હતી તેમાં અગાઉના રિમાન્ડની કાર્યવાહી દરમિયાન એક આરોપી જીગર પરમારે પીડિતા સાથે દુષ્કર્મ ગુજાર્યુ એટલે કે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની વાતનો સ્વીકાર કર્યો હોવાનો ખુલાસો કોર્ટ સમક્ષ કર્યો હતો. જેને લઇને તપાસમાં હવે એ કયા સ્થળે શારીરિક સંબંધ બાંધ્યા હતા એ તપાસવા અને તેની સાથે જ તે સ્થળની ફોરેન્સિક તપાસ હાથ ધરવાની હોવાની કોર્ટ સમક્ષ રિમાન્ડના માંગવાના કારણોમાં ખુલાસો કર્યો હતો. આ ઉપરાંત 31મી ડિસેમ્બરે આરોપીઓ એકબીજા સાથે ટેલિફોનીક સંપર્કમાં હતા અને બાદમાં એકાએક જ પહેલી તારીખ એટલે કે યુવતી અપહરણ થવા દરમિયાન ટેલિફોનીક સંપર્ક તુટી જાય છે એ વાતની પણ સ્પષ્ટતા માટે પણ આરોપીઓની તપાસ કરવા માટે રિમાન્ડની જરૂરીયાત દર્શાવી હતી.
3 આરોપીઓને કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ પર સોંપ્યા
સરકારી વકીલ ડી.એસ.પટેલના જણાવ્યા અનુસાર, પહેલા પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા અને બાદમાં વધુ આજે નવ દિવસના રિમાન્ડ માંગતા ત્રણ દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજુર કર્યું હોવાનું જણાવ્યું હતું.
3 આરોપીઓની 11મી જાન્યુઆરીએ રાત્રે ધરપકડ કરાઈ હતી
ચાર પૈકીના ત્રણ આરોપીઓએ 11મી જાન્યુઆરીએ રાત્રે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. જેમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કરતા પોલીસ ધરપકડ કરી હતી. જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે. પોલીસે 19 વર્ષીય યુવતીના અપહરણમાં વપરાયેલી આઈ-20 કાર આરોપીના ઘરે થી કબ્જે લીધી હતી.
7મી જાન્યુઆરીએ ગુનો નોંધાયો હતો
મોડાસાના સાયરા(અમરાપુર)ની 31 ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી હતી. જે બાદ યુવતીના પરિવારજનોએ દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવાની માંગ કર્યા બાદ જ લાશનો સ્વીકારવાનું જણાવ્યું હતું. પોલીસે ફરિયાદ ના નોંધતા વાતાવરણ તંગ બન્યુ હતું અને મોડાસામાં લોકોએ ચક્કાજામ કર્યુ હતું. 7 જાન્યુઆરીએ પોલીસે સમાજનો આક્રોશ જોઇ ચાર લોકો વિરૂદ્ધ, અપહરણ-દુષ્કર્મ અને હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનોં નોધ્યો હતો અને જેની તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપી ગઢવીને સોંપી હતી.
ફરિયાદના ચોથા દિવસે આરોપીઓનું સરેન્ડર
11 જાન્યુઆરીએ રાત્રે નાટ્યાત્મક રીતે બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કર્યુ હતું. મોડાસા રૂરલ પોલીસે ત્રણે આરોપીઓને મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં ફરી રજૂ કરતા પોલીસ વતી સરકારી વકીલ ડી.એસ.પટેલે આરોપીઓની કસ્ટોડિયલ ઈંસ્ટ્રોગેશનની જરૂરિયાત જણાતા અને એક આરોપી ઝડપવાનો બાકી હોવાથી અને કોલ ડિટેઈલ્સની તપાસ બાકી હોવાથી વધુ નવ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે વધુ ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કરીને વધુ તપાસ માટે પોલીસને આરોપીઓને સાથે રાખીને તપાસ કરવા માટેની મંજુરી આપી હતી.
(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)
X
District Court remands 3 accused to 3 more days one accused confess physical abused to sayara collegian girl

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી