તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:જનસેવા ટ્રસ્ટ દ્વારા ગરીબોને ધાબડા વિતરણ

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિવૃત શિક્ષક દંપતિ 7 વર્ષથી પેન્શનમાંથી 3 લાખ ગરીબો અને વૃધ્ધો પાછળ ખર્ચ કરે છે

આણંદ શહેર નિવૃત થયેલા શિક્ષક દંપતિએ છેલ્લા 7 વર્ષથી જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જરૂરીયાત મંદ વૃધ્ધો અને ગરીબોને જરૂરી ચીજ વસ્તુઓનંુ દાન આપીને ખરેખર જનસેવા કરીને માનવધર્મ નિભાવી રહ્યું છે.તેઓની આ સેવાને સૌ કોઇ બિરદાવી રહ્યું છે.શિયાળાની શરૂઆત થતાં 140 વૃધ્ધો તથા શહેરના ફુટપાથ જીવન વિતાવતા ગરીબોને 500 ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે 140 નિરાધાર વૃધ્ધો અનેબહેનોને મીઠાઇ,ફરસામ સહિત જીવન જરૂરીયાતની કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.

આણંદ ડીએન હાઇસ્કુલના નિવૃત શિક્ષક વીપીન પંડયા અને કરમસદ શાળાના નિવૃત શિક્ષિકા સ્મીતાબેન પંડયાએ માનવ સેવા માટે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરીને છેલ્લા 7 વર્ષથી માનવ સેવાના કાર્ય કરી રહ્યાં છે. જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ આણંદના પ્રમુખ વિપીન પંડયા,સ્મિતા પંડયાએ જણાવેલ કે આણંદ શહેરમાં વૃદ્ધમાબાપ દત્તક યોજના અંતર્ગત જેમને પેન્શન મળતું નથી,સંતાન હોય નહિ, ધરમાં રાખે નહિ એવા નિરાધાર વૃદ્ધોને દત્તક લઈ દર માસે જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટ ,દવા,કપડા નિ:શુલ્ક આપતી સંસ્થા જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સહિત ઈનર વ્હીલ કલબ આણંદ રાઉન્ડ ટાઉન અને દાતાઓના સહયોગથી દિવાળી તહેવાર નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

આ શિક્ષક દંપતિ પોતાના પેન્શનની રકમમાંથી બચત કરીને વર્ષે 3 લાખ રૂપિયા જરૂરીયાતમંદ લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ અર્પણ કરીને ઘડપણની લાકડી સમાન બન્યા છે.તાજેતરમાં એક ગરીબ પરિવાર શખ્સ અકસ્માત વિકલાંગ બનતા આ દંપતિએ તેને દત્તક લઇને જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ સાથે ટ્રાઇસીકલ અર્પણ કરીને સાચા અર્થમાં સેવા કરી છે.આમ આણંદ જિલ્લાના જરૂરીયાત મંદ વૃધ્ધો માટે શિક્ષક દંપતિએ ઘડપણ સહારો બન્યા છે. આ કાર્યને વિવિધ સંસ્થાઓ દ્વારા બિરદાવવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો