તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એજ્યુકેશન:BCA કોલેજ બંધ છતાં લાઈબ્રેરી સહિતની ફી ઉઘરાવાતાં નારાજગી

વડોદરાએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કારણે ડિપાર્ટમેન્ટ છેલ્લા છ મહિનાથી બંધ છે
  • ટ્યૂશન ફી સિવાય રૂા. 7575 વધારાના લેવાઇ રહ્યા હોવાનો આરોપ

બીસીએમાં કોલેજ બંધ હોવા છતાં પણ લાઈબ્રેરી, લેબોરેટરી સહિતની વધારાની ફી ઉઘરાવામાં આવી રહી છે. ટ્યૂશન ફી સિવાય રૂા. 7575 વધારાની ફી ઉઘરાવવામાં આવી રહી છે. મ.સ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં હાયર પેમેન્ટ બેઝ પર ચાલતા બેચલર ઓફ કમ્પ્યૂટર એપ્લિકેશનના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓએ જે સુવિધાનો ઉપયોગ કર્યો નથી તેની પણ ફી લેવામાં આવી રહી છે. બીસીએમાં છ મહિનાની ફી રૂા. 22,720 છે, જેમાંથી 6 જેટલી વસ્તુઓ કે જેનો કોઇ પણ પ્રકારનો ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા થયો ન હોવા છતાં પણ રૂા. 7575 વધારાના ઉઘરાવાઈ રહ્યા છે.

બીસીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રિન્સ પટેલ જણાવ્યું હતું કે, કોરોનાને લીધે ડિપાર્ટમેન્ટ છેલ્લા છ મહિનાથી બંધ છે, છતાં તગડી ફી વસૂલ કરાયછે. જેનો લાભ નથી મળ્યો તેની ફી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પર લદાી રહી છે, જેમાં લેબોરેટરી, સ્ટુડિયો, ફીલ્ડ વર્કની ફી પેટે 2500 રૂપિયા, ફેસિલિટી અને સર્વિસ ચાર્જના નામે 2700 રૂપિયા, યુનિવર્સિટી ડેવલપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ફંડ પેટે 1125 રૂપિયા, ઇક્વિપમેન્ટ મેન્ટેનન્સ ફી પેટે 500 રૂપિયા, એકેડેમિક એક્ટિવિટી ફીના 500 રૂપિયા, લાઇબ્રેરી ફીના 250 રૂપિયા લેવાઇ રહ્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો