અયોધ્યા / રામમંદિર નિર્માણ ટ્રસ્ટમાં અધ્યક્ષપદ માટે ખેંચતાણ, હવે રામમંદિર ટ્રસ્ટ માટે પણ બિલની શક્યતા

રામમંદિર કાર્યશાળાની ફાઇલ તસવીર
રામમંદિર કાર્યશાળાની ફાઇલ તસવીર

  • ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે સંઘના વડા મોહન ભાગવતના નામની પણ ચર્ચા

Divyabhaskar.com

Dec 14, 2019, 03:58 AM IST
વિજય ઉપાધ્યાય, લખનઉ: સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં આપેલા ચુકાદાને એક મહીના વીતી ગયો હોવા છતાં રામ જન્મભૂમિ નિર્માણ ટ્રસ્ટની રચના થઈ શકી નથી. તેમાં મોડું થવાનું મુખ્ય કારણ અધ્યક્ષ પદ માટે નામ નક્કી કરવામાં આવતી મુશ્કેલીઓ છે. આ માટે શંકરાચાર્યો, ધર્મગુરુઓથી લઈને સંઘના પદાધિકારીઓ અને નેતાઓની દાવેદારી છે. ટ્રસ્ટની રૂપરેખા, આકાર-પ્રકાર મુદ્દે હજુ ચર્ચા ચાલી રહી છે. આ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે સંઘના વડા મોહન ભાગવતના નામની પણ ચર્ચા છે.
કાર્યકારિણી સભ્યોને લઈને વિવાદ સર્જાયો
વિહિપના સૂત્રોનું કહેવું છે કે, ટ્રસ્ટની રચના મુદ્દે કેન્દ્ર સરકાર અનેક બેઠક કરી ચૂકી છે. અનેક બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર હતા, પરંતુ હજુ સુધી નિર્ણય લઈ શકાયો નથી. તેનું કારણ ટ્રસ્ટમાં સામેલ થવા તેમજ અધ્યક્ષ પદના દાવેદારોની ખૂબ મોટી સંખ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ટ્રસ્ટના સલાહકાર મંડળના નામ નક્કી છે. તેમાં વડાપ્રધાન, ગૃહ મંત્રી, ઉ. પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી હશે, પરંતુ કાર્યકારિણી સભ્યોને લઈને વિવાદ સર્જાયો છે. મંદિર નિર્માણ સમિતિમાં નવ જેટલા લોકોના નામ નક્કી છે. આ સમિતિ પાસે જ મંદિર નિર્માણની સંપૂર્ણ જવાબદારી રહેશે. આ સમિતિમાં એ તમામ લોકો હશે, જે રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા છે.
પહેલીવાર ટ્રસ્ટ પહેલા અને મંદિર પછી બનશે
સુપ્રીમ કોર્ટના આદેશથી બનનારું આ પહેલું મોટું ટ્રસ્ટ હશે, જે પહેલા બનશે અને પછી મંદિર નિર્માણ થશે. દેશમાં બાકીના ટ્રસ્ટ મંદિરનું સંચાલન શરૂ થયા પછી બન્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ટ્રસ્ટ એક્ટ 1882માં નોંધણી થકી પણ ટ્રસ્ટની રચના થઈ શકે, પંરતુ આ‌વા ટ્રસ્ટ ‘ડીડ’થી બને છે.
X
રામમંદિર કાર્યશાળાની ફાઇલ તસવીરરામમંદિર કાર્યશાળાની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી