ડાંગ થી શરૂ થયેલા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંગે ટ્રાયબલ બચાવો અભિયાન સમિતિ અને કોંગ્રેસના આગેવાનોએ માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીતની મુલાકાત લઇ માંગરોળ તાલુકાના 14થી વધુ અસરગ્રસ્ત થનારા ગામો વિશે ચર્ચા કરી હતી. માંગરોળ તાલુકાના ગામો વેરાકુઈ આમખુટા વાંકલ બોરીયા ઝરણી રટોટી વડ સહિત 14 ગામો આ યોજનાથી અસરગ્રસ્ત થાય તેમ છે.
સરકાર દ્વારા જે પરિપત્ર યોજના અંગે જાહેર કરાયો છે તેમાં માંગરોળ તાલુકાના ગામોના નામ હોવાથી વિરોધ શરૂ થયો બીજી તરફ આદિવાસીઓ પાસે ઘણી ઓછી જમીન હોવાથી જમીન વિહોણા બને તેમ છે. આદિવાસી સમાજની ઓળખ એમની અસ્મિતા અને એમનું કલ્ચર ખતમ થશે વિસ્થાપનના નામે આદિવાસીઓ વેરવિખેર થશે માટે ટ્રાયબલ બચાવો અભિયાન સમિત્તિએ પાર તાપી નર્મદા રિવર લીન્કનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.
તેવી રજૂઆત કોંગ્રેસના આગેવાનોએ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત સમક્ષ કરી હતી અને યોજના બાબતે આપની પાસે શું જાણકારી છે તે જાણવા કોંગ્રેસના આગેવાનોએ પ્રયાસ કર્યો હતો. પ્રતિનિધિ મંડળના આગેવાનોએ તાલુકા પંચાયતના પ્રમુખને જણાવ્યું કે જણાવ્યું કે તાપી નર્મદા પાર લિંકથી વિસ્થાપનનો પ્રશ્ન ઊભો થશે.
આદિવાસી વેરવિખેર થતા સમાજ લોકો સમાજથી વિખૂટા પડશે આગળ જે ડેમો બન્યા એમાં જે વિસ્થાપિત થયા એ લોકો ફરી પાછા મુખ્ય પ્રવાહમાં આવતા ત્રણ ચાર દાયકાનો સમય વીતી ગયો છે. સરકાર વિસ્થાપનના પ્રશ્નો અંગે જવાબદારી અને ધારાધોરણ નક્કી કરે છે એનું પાલન કરતી નથી. ગરીબ આદિવાસી સમાજને બહુ મોટું નુકસાન ભોગવવું પડે તેવી સ્થિતીનું નિર્માણ થશે પક્ષાપક્ષીથી દૂર થઈ સમાજ બચાવવા સૌ સંગઠિત થઈ પ્રોજેક્ટ બંધ કરાવવા સહયોગ આપવા ટ્રાયબલ બચાવો સમિતિના આગેવાનોએ અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.