તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિસ્તતા:NCCથી યુવકોમાં શિસ્ત, સમયપાલન દેશસેવાના સંસ્કારોનું સિંચન થાય છે

સુરેન્દ્રનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર ખાતે 72મા એનસીસી દિવસની ઉજવણી કરાઇ
  • આજે એનસીસી હેડક્વાર્ટર ખાતે રક્તદાન કેમ્પનું અાયોજન

સુરેન્દ્રનગર 26 એનસીસી બટાલીયન દ્વારા 72માં એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એનસીસી કેડેટસ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કોરોના મહામારીના સમયે દેશસેવામાં સંપૂર્ણ સમર્પિત રહેવાના તેમજ સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા.

દર નવેમ્બર માસના ચોથા રવિવારે એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર 26 એનસીસી બટાલીયન દ્વારા પણ રવિવારે એમ પી શાહ આર્ટસ કોલેજ ખાતે એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એનસીસી કેડેટસ દ્વારા પરેડ કરવામાં આવી હતી. તેમજ એનસીસીના અધિકારીઓ દ્વારા કેડેટસને સંબોધન કરતા જણાવ્યું હતું કે એનસીસી દ્વારા આજના યુવાનોમાં શિસ્ત, સમયપાલન અને દેશસેવાના સંસ્કારોનું સિંચન કરવામાં આવ છે. હાલ કોરોના મહામારીના સમયે એનસીસી દ્વારા લોકસેવાના અનેક કાર્યો કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ કરવામાં આવશે.

તેમજ એનસીસી દિવસ નિમિત્તે હાજર તમામ લોકોએ કોરોના મહામારીના સમયે સરકારની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવાના તેમજ દેશ ઉપયોગી કાર્યોમાં બનતી તમામ મદદ કરવાના શપથ લીધા હતા. તેમજ એનસીસી દિવસની ઉજવણી અંતર્ગત આજે સુરેન્દ્રનગર 26 એનસીસી બટાલીયન દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો