• Home
  • Business
  • Latest News
  • The Direct Tax Collection can be damaged for the first time in 20 years; With a target of 13.5 lakh crore, all achieved only 7.3 lakh crore

રિપોર્ટ / ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 20 વર્ષમાં પ્રથમ વખત ઘટી શકે છે; 13.5 લાખ કરોડનું લક્ષ્ય, હાલ માત્ર 7.3 લાખ કરોડ મળ્યા

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

  • સરકારના રેવન્યુ અનુમાનમાં ડાયરેક્ટ ટેક્સનો 80 ટકા હિસ્સો, ઘટાડો થવા પર ખર્ચ માટે વધુ લોન લેવી પડશે
  • વરિષ્ઠ ટેક્સ અધિકારીઓએ કહ્યું- ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 10 ટકા ઘટાડો

Divyabhaskar.com

Jan 24, 2020, 11:35 PM IST

નવી દિલ્હીઃ ભારતના કોર્પોરેટ અને ઈન્કમ ટેક્સ કલેક્શનમાં 20 વર્ષમાં પ્રથમ વખત ઘટાડાની શકયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર 31 માર્ચે પુરા થઈ રહેલા નાણાકીય વર્ષમાં 13.5 લાખ કરોડનું ટેક્સ કલેક્શનનું લક્ષ્ય લઈને ચાલી રહી હતી. જે ગત વર્ષના લક્ષ્યથી 17 ટકા વધુ છે. જોકે 23 જાન્યુઆરી સુધીમાં ટેક્સ ડિપાર્ટમેન્ટ માત્ર 7.3 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન જ કરી શકયું છે. ગત વર્ષે આ સમયગાળામાં થયેલા ટેક્સ કલેક્શનની સરખામણીમાં કલેક્શન 5.5 ટકા ઘટ્યું છે.

છેલ્લા 19 વર્ષનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન

નાણાંકીય વર્ષ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન( રૂપિયા કરોડ)
2000-01 68,305
2001-02 69,198
2002-03 83,088
2003-04 1,05,088
2004-05 1,32,771
2005-06 1,65,216
2006-07 2,30,181
2007-08 3,14,330
2008-09 3,33,818
2009-10 3,78,063
2010-11 4,45,995
2011-12 4,93,987
2012-13 5,58,989
2013-14 6,38,596
2014-15 6,95,792
2015-16 7,41,945
2016-17 8,49,713
2017-18 10,02,037
2018-19 11,37,685

ટેક્સ કલેક્શનમાં ઘટાડાના બે કારણ; અર્થવ્યવસ્થામાં સુસ્તી, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો

  • રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માંગમાં ઘટાડાથી કંપનીઓ રોકાણ અને રોજગારમાં ઘટાડો કરી રહી છે. આ કારણોથી સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ માત્ર 5 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. જે 11 વર્ષમાં સૌથી ઓછો હશે.
  • ટેક્સ અધિકારીઓએ કહ્યું કે ગત વર્ષે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો તે પણ ટેક્સ કલેક્શનમાં ઘટાડાના વિવિધ કારણો પૈકીનું એક કારણ છે. સરકારે સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કર્યો હતો. આ નિર્ણય 1 એપ્રિલથી જ લાગુ થયો હતો. આ નિર્ણયથી સરકારના ટેક્સ કલેક્શનમાં 1.45 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી