તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:વલસાડ તાલુકાના સાત ગામમાં 3.80 કરોડના ખર્ચે જર્જરિત માર્ગો નવા બનશે

વલસાડ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માલવણ દાંતીમાં 2.50 કરોડની પાઇપલાઇન પણ નંખાશે

વલસાડ તાલુકાના 7 ગામમાં 6.35 કરોડના નવા રસ્તા,પાઇપલાઇનના કામો હાથ ધરવા રવિવારે ધારાસભ્ય ભરતભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરાતા ગ્રામ્ય પંથકમાં સુવિધા મળતી થશે.દાંતીમાં આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતું. વલસાડ તાલુકાના વાસણ, રોલા, ડુંગરી, ધરાસણા, દાંડી, કકવાડી, માલવણ દાંતી જેવા 7 ગામમાં નવા માર્ગો બનાવવા ગ્રામ્ય વિસ્તારના લોકોની સુવિધા માટે ધારાસભ્ય ભરતભાઇ પટેલ દ્વારા ગાંધીનગર રજૂઆતો બાદ રૂ.3.80 કરોડના રસ્તા અને દાંતીમાં આંગણવાડી,માલવણ દાંતી પાઇપલાઇન માટે રૂ.2.55 કરોડની ગ્રાન્ટ મંજૂર થઇ હતી.

આ ગ્રાન્ટ હેઠળ રસ્તાઓ બનાવવા માટે રવિવારે 8 ગામમાં વિવિધ સ્થળોએ કોરોના ગાઇડલાઇનને અનુસરી સાદાઇથી ધારાસભ્ય ભરતભાઇના હસ્તે ખાતમુહૂર્ત વિધિ પૂરી કરાતાં ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.દાંતીમાં આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતું. માલવણ-દાંતીમાં 2.50 કરોડના ખર્ચે પીવા માટે પાઇપલાઇનની કામગીરી થશે.

ક્યા કેટલાના ખર્ચે રસ્તા બનશે
ગામનું નામ,રસ્તો રકમ (લાખમાં)
વાસણ મુ.રસ્તાથી તળાવ ફ.રોડ 31.00
રોલા વાસણથી જેસપોરને જોડતો રોડ 50.00
ડુંગરી રોલાથી ઓલગામને જોડતો રોડ 39.00
રોલા હાઇવે ભીમ ફ.તરફ જતો રોડ 40.00
ધરાસણા મુ.રસ્તાથી મુખ્ય ફ.તરફનો રોડ 30.00
દાંડી મહાદેવ ફ.સ્મશાનભૂમિ રોડ 50.00
કકવાડી રસ્તાથી વતરાઇ હનુમાનજી મંદિર 60.00
માલવણ ખારવા ફ.થી કકવાડી દાંતી ફ. 50.00
માલવણ કરદીવા ફળિયા રોડ 30.00

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો