તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:ધર્મ ધીંગાણે માથા મુકાણા, એટલે અમે સિદૂરે રંગાણા : કોટેશ્વરમાં ઇતિહાસના સાક્ષી એવા પાળિયા પાણીમાં

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છ તથા સાૈરાષ્ટ્રના આવેલા પાળિયાઓઅનેક અૈતિહાસિક ઘટનાઅોના સાક્ષી છે. ઇતિહાસમાં આ પાળિયાઓ પણ એક રોમાંચક વિષય છે. કચ્છ તો ઠીક પાકિસ્તાનના સિંધમાં પણ પાળિયા જોવા મળે છે. દેશ, ગામ, ગાય અને પોતાના પ્રદેશની રક્ષા માટે રણમેદાનમાં પ્રાણની આહુતિ આપનારા વીરોના મોટાભાગે પાળિયા હોય છે. જેને આજે પણ પૂજવામાં આવે છે. તેના પર સંશોધન કરીને અનેક વિગતો જાણી શકાય છે. કચ્છમાં તો સતી માતાના પાળિયા છે. તો પશુઓના પણ પાળિયા આવેલા છે ! આ તસવીરો સાતમી સદીમાં ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગે જે સ્થળનો મહિમા ગાયો છે તે પ્રાચીન કોટેશ્વર મંદિરના દરિયાની છે.

દેશના પશ્ચિમ કિનારાના અંતિમ બિંદુ સમાન કોટેશ્વર ખાતે અા પાળિયાઓ ખંડિત હાલતમાં લોકો દરિયામાં જોઇ શકે છે. તેની પાછળ પણ અેક વિચિત્ર વાત છે. કોઇ સ્થળોઅે પાળિયા ખંડિત થાય છે ત્યારે લોકો અહીંના દરિયામાં વિસર્જન કરે છે. ખરેખર તો સરકારે અેક સ્મારક બનાવી અા પાળિયા સાચવવાની વ્યવસ્થા કરવી જોઇએ. ઇતિહાસના સંશોધકો અને વિદ્યાર્થીઅો અા પાળિયાનો અભ્યાસ પણ કરી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો