તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:પુણામાં ભાજપે યોજેલા વિજય-વિશ્વાસ સંમેલનના જમણવારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

પુણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના વકરી રહ્યો છે શિયાળામાં વધુ ગંભીર સ્થિતિ નિર્માણ પામશે તેમ પાલિકા કમિશનર આરોગ્ય તંત્ર કહી રહ્યું છે. પરંતુ જાહેર કાર્યક્રમો મેળાવડા યોજવા પર પ્રતિબંધ છે તેમ છતાં રવિવારે ભાજપે પુણા યોગીચોક ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતાં.
  • મતની લાલચમાં મતદાતાઓના સ્વાસ્થ્ય સાથે રમત
  • ધારીના જે.વી. કાકડીયા માટે યોગી ચોક ખાતે સંમેલનનું આયોજન કરાયું હતું
  • મેળાવડા યોજવા પર પ્રતિબંધ માત્ર લોકો માટે

પુણા, કતારગામ વિસ્તારમાં ધારી વિસ્તારના ઘણાં લોકો રહેતા હોવાથી ધારી બગસરા ખાંભા વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા માટે યોગી ચોક ખાતે રવિવારે સાંજે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરી મતદાન કરવા અપીલ કરાઇ હતી. જેમાં જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. જો કે સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ કોવિડ ગાઇડલાઇનનું અમલીકરણ કરાવવામાં ખુદ આયોજકોએ જ વેઠ ઉતારી હતી. પરિણામે લોકોની લાંબી લાઇનો પણ લાગી હતી.

એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો વારંવાર અનુરોધ કરાતો હોવા છતાં શાસક પક્ષ ભાજપ જ તેનો અમલ કરી રહ્યું નથી. સામાન્ય લોકોને દંડ ફટકારતું કાયદેસર કાર્યવાહી કરતું તંત્ર આ અંગે કાર્યવાહી કરશે કે કેમ? તે સવાલ પણ ઉઠી રહ્યો છે. નવાઇની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ભાજપ શહેર પ્રમુખ નિતિન ભજીયાવાલા હાજર હોવા છતાં આ બનાવ થવા પામ્યો હતો. આ અંગે સરથાણાના ઇન્ચાર્જ પી.આઇ.એમ.કે.ગુર્જરે જણાવ્યુ હતું કે ‘કાર્યક્રમના સ્થ‌ળે બહુ ઓછી ભીડ હતી. કેટરીંગવાળાએ 165 થાળી રાખી હતી.એમ પણ ભીડ જેવું જણાયું નથી. તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશ.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો