પૂજા-પાઠ / શુક્રવારે દેવઉઠી અગિયારસ, આ દિવસે તુલસી પાસે દીવો પ્રગટાવી સુહાગનો સામાન અર્પણ કરવો

devuthani ekadashi on Friday, do this measure to praised Lord Vishnu

  • દેવઉઠી એકાદશીએ શ્રીહરિ શયનથી જાગે છે, આ દેવના જાગવાની તિથિ છે, માટે તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે

Divyabhaskar.com

Nov 06, 2019, 01:44 PM IST

ધર્મ ડેસ્કઃ શુક્રવાર, 8 નવેમ્બરે તુલસી વિવાહ, દેવઉઠી એટલે દેવ પ્રબોધિની એકાદશી છે. દર વર્ષે કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીએ આ પર્વ ઉજવવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મી સાથે તુલસી વિશેષ પૂજા કરવામાં આવે છે. તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે. માન્યતા છે કે, દેવઉઠી એકાદશીએ શ્રીહરિ શયનથી જાગે છે. આ દેવના જાગવાની એટલે ઉઠવાની તિથિ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે આ તિથિએ ક્યા-ક્યા શુભ કામ કરી શકાય છે.

  • શુક્રવારે સૂર્યાસ્ત બાદ તુલસી પાસે દીવો પ્રગટાવવો અને ચૂંદડી અર્પણ કરો. સુહાગનો સામાન પણ તુલસીને ચઢાવો. બીજા દિવસે એટલે શનિવાર, 9 નવેમ્બરે આ વસ્તુઓ કોઇ ગરીબ પરણિતાને દાન કરો.
  • સૂર્યાસ્ત બાદ તુલસીના પાન તોડવા નહીં. અમાસ, ચૌદશ તિથિએ પણ તુલસીના પાન તોડવા નહીં. રવિવાર, શુક્રવાર અને સાતમે પણ તુલસીના પાન તોડવા શાસ્ત્રો પ્રમાણે વર્જિત માનવામાં આવે છે.
  • અકારણ તુલસીના પાન તોડવા જોઇએ નહીં. જો વર્જિત કરેલાં દિવસોમાં તુલસીના પાનનું કામ હોય તો વર્જિત કરેલી તિથિના એક દિવસ પહેલાં તુલસીના પાન તોડીને રાખી શકો છો. પૂજામાં ઉપયોગમાં લીધેલાં તુલસીના પાન ધોઇને ફરી પૂજામાં ઉપયોગ કરી શકાય છે.
  • એકાદશી તિથિએ સવારે જાગીને અને સ્નાન કર્યા બાદ સૂર્યને જળ અર્પણ કરવું જોઇએ. જળ અર્પણ કર્યા બાદ તાંબાના લોટાનો ઉપયોગ કરવો. જળમાં લાલ ફૂલ અને ચોખા રાખો. આ દરમિયાન સૂર્ય મંત્ર ॐ સૂર્યાય નમઃ, ॐ ભાસ્કરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઇએ.
  • ભગવાન વિષ્ણુજી સાથે જ લક્ષ્મીજીની પૂજા કરવી. પૂજામાં સામાન્ય પૂજા સામગ્રી સાથે દક્ષિણાવર્તી શંખ, કમળ ગટ્ટા, ગોમતી ચક્ર, પીળી કોડી પણ રાખો. સવારે સ્નાન કર્યા બાદ તુલસીને જળ અર્પણ કરો.
X
devuthani ekadashi on Friday, do this measure to praised Lord Vishnu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી