તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રી:અંબાજીમાં બીજા નોરતે ભક્તો ઊમટ્યા

અંબાજી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
બીજા નોરતે અંબાજી શ્રદ્ધાળુઓથી ઊભરાઇ ગયું હતું.જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરાયો હતો.
  • સોશિયલ ડિસ્ટન્સનો ભંગ,કોરોનાની ગાઈડ લાઈન અંગે વહીવટીતંત્ર અવઢવમાં મુકાયું

નવરાત્રિ પર્વને લઇ બીજા નોરતે યાત્રાધામ અંબાજી અસંખ્ય શ્રદ્ધાળુઓથી ઉભરાઇ જવા પામ્યું હતું. જ્યાં તંત્ર દ્વારા કોરોનાની મહામારી અંગે સાવચેતીના આયોજન ઉપર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ યાત્રાળુઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરાયો હતો. એટલુંજ નહિ યાત્રિકોની વધતી જન સંખ્યાને લઇ તંત્ર પણ અવઢવની પરિસ્થિતિમાં મુકાયું હોવાથી મંદિર બંધ થવાના પણ એંધાણ છે.

નવરાત્રિપર્વ અને રવિવારની રજાને લઈ અંબાજી વહેલી સવારથી જ અસંખ્ય શ્રદ્ધાળુઓથી ઉભરાયું હતું. નવરાત્રીમાં માતાજીના દર્શનનું મહત્વ તો બીજી તરફ પાવાગઢ સહીત માતાના મઠમાં દર્શન ઉપર પ્રતિબંધને લઇ અંબાજીને જોડતા માર્ગો રવિવારે સવારથી જ કીડિયારાની જેમ ઉભરાતા જોવા મળ્યા હતા. માં અંબાના દર્શન કાજે મંદિરના મુખ્ય શક્તિદ્વારથી લઇ બસ સ્ટેન્ડ સુધીના દર્શન પથ ઉપર લાંબી દર્શનાર્થીઓની કતાર જોવા મળી હતી.દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન પણ ભૂલી ગયા હતા. એટલું જ નહિ યાત્રિકોના ઘોડાપૂરને લઇ વહીવટી તંત્ર પણ અસમંજસની પરિસ્થિતિમાં આવેલું જોવા મળ્યું હતું. ત્યારે બપોરની રાજભોગની આરતી ટાણે યાત્રિકોની સંખ્યા મંદિર બંધ હોવાને કારણે બેવડાઈ જતા અધિકારીઓ પણ દોડતા થયા હતા.

આ પરિસ્થિતિમાં તંત્ર દ્વારા વધુ પડતો અંકુશ અવ્યવસ્થા અને અરાજકતા સર્જે તેવું પણ બપોરના સમયે જોવા મળ્યું હતું. જ્યાં મંદિર ટ્રસ્ટના વહીવટદાર એસ.જી. ચાવડા પણ દર્શનાર્થીઓને સંયમ જાળવવા વિનંતી કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ મંદિરમાં પ્રવેશ માટે માત્ર એક શક્તિદ્વાર સિવાયના અન્ય દ્વાર બંધ હોવાને કારણે દર્શન પથ ઉપર ઠેર ઠેર વાહનોનો ખડકલો જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો