• Home
  • National
  • Devendra Fadnavis says I will be back, wait for some time

મુંબઈ / દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ- મારા કિનારે ઘર ના બાંધતા, હું સમુદ્ર છું, પાછો આવીશ

દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર.
દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર.

  • ફડણવીસે અમિત શાહ જેવા તેવર દેખાડ્યાં

Divyabhaskar.com

Dec 02, 2019, 06:21 AM IST
મુંબઈ:મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સાયરીના અંદાજમાં સરકાર પર ટોણો માર્યો હતો. તેમણે શિવસેના-એનસીપી-કોંગ્રેસને સ્પીકરના માધ્યમથી સંબોધિત કરતા એક શેરની લાઈનો વાંચી હતી. તેમણે કહ્યું કે હું સમુદ્ર છું, પાછો આવીશ. મારું પાણી ઉતરતું જોઈ મારા કિનારે ઘર બાંધી ના દેતા. હું સમુદ્ર છું ફરીને પાછો આવીશ. તેમની આ સાયરીએ ભાજપના પ્રમુખ અને ગૃહમંત્રી અમિત શાહની યાદ અપાવી હતી. તેમણે પણ એક સમયે આ વાક્ય કહ્યું હતું. નોંધનીય છે કે દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતાએ પણ વિધાનસભા ચૂંટણી પછી પોતાની ટ્વિટમાં આવી જ લાઈનો લખી હતી.
ભાજપના સભ્યોએ બેન્ચ ઠપઠપાવી જુસ્સો વધાર્યો
જ્યારે વિધાનસભામાં ફડણવીસનો આ અંદાજ જોઈ ભાજપના સભ્યોએ બેન્ચ ઠપઠપાવી તેમનો જુસ્સો વધાર્યો હતો. જ્યારે શાસક પક્ષના ઘણા ધારાસભ્યો પણ હસી પડ્યાં હતા. જ્યારે જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મેં ક્યારેય કહ્યું નથી કે હું પાછો આવીશ. પરંતુ મેં ફડણવીસ પાસેથી ઘણું શીખ્યું છે તેથી તેમની સાથે મિત્રતા જળવાઈ રહેશે.
X
દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર.દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી