તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સંક્રમણ અટકાવવા મોડાસાનું દેવરાજ ધામ મંદિર અનિશ્ચિત સમય માટે બંધ, મંદિરમાં ભક્તોનો ધસારો વધતા મંદિરના મહંત ગાદીપતિ દ્વારા નિર્ણય કરાયો

મોડાસા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેવરાજધામ

અરવલ્લી જિલ્લામાં દિવાળીના તહેવારો બાદ કોરોના ના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થતાં જિલ્લામાં અત્યાર સુધીમાં 670 કરતાં વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. મોડાસા પાસેના પ્રસિદ્ધ દેવરાજ મંદિરમાં ભક્તો નો વધુ પડતો ધસારો હોવાના કારણે કોરોનાનું સંક્રમણ અટકાવવા મંદિરના મહંત ગાદીપતિ ધનેશ્વર ગિરીજી દ્વારા આગામી સૂચના મળે નહીં ત્યાં સુધી દેવરાજ ધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

મોડાસા પાસેના દેવરાજ ધામમાં રોજિંદા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનીઅવર જવર રહે છે. આ સ્થળ રળિયામણું હોવાના કારણે અને હજારો ભક્તો ના આસ્થાનું કેન્દ્ર હોવાના કારણે મંદિરમાં કાયમી ભક્તોની ભીડ રહે છે.મહામારીના કારણે અને મોડાસા શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાં કોરોનાના દર્દીઓ નો ધરખમ વધારો નોંધાતાં મંદિર પરિસરમાં આવતા શ્રદ્ધાળુઓમાંસંક્રમણ વધે નહીં તે માટે તકેદારીના ભાગરૂપે દેવરાજ મંદિરને સૂચના મળે નહીં ત્યાં સુધી દેવરાજ ધામ ને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો