તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના વોરીયર્સ:પ્રેગ્નન્ટ હોવા છતાં 7 મહિના સુધી ફરજ બજાવી, કોરોના થયો, ટેસ્ટટ્યુબ થકી પુત્રીને જન્મ આપ્યો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્સ કાનને માતા બન્યા બાદ રેકોર્ડ બ્રેક 9.23 લિટર દૂધ મધર્સ મિલ્કબેંકને દાન કર્યું

સયાજી હોસ્પિટલમાં સ્ટાફનર્સ તરીકે ફરજ બજાવતાં કાનન સોલંકી કોરોનાગ્રસ્ત હતા ત્યારે જ સયાજી હોસ્પિટલમાં જ તેમણે 5મી ઓગસ્ટે કટોકટીભર્યા ક્ષણોમાં પુત્રીને જન્મ આપ્યો હતો. ગર્ભાવસ્થાના 7 મહિના સુધી કોરોના મહામારી ચાલી રહી હતી ત્યારે હોસ્પિટલના નિયોનેટલ આઇસીયુમાં તેમણે ફરજ બજાવી હતી. શરૂઆતમાં પુત્રીની શારીરિક સ્થિતિ નબળી હતી. હવે 53 દિવસ બાદ પુત્રી ગ્રીવા સ્વસ્થ છે. આ દિવસો દરમિયાન કાનનબેને પોતાના સંતાનની જરિયાત કરતા વધારાના માતૃદૂધનું મધર્સ મિલ્કબેંકને દાન કર્યું હતું. કાનનબેન સગર્ભા હતા ત્યારે પ્લેસેન્ટા રપ્ચર થવાથી ગર્ભજળનો સ્રાવ શરૂ થયો હતો. પણ તેઓ ગંભીરતા સમજીને તુરંત જ એસએસજીમાં ગયા અને કોરોના છતાં કાળજી પૂર્વક શસ્ત્રક્રિયા કરીને એસએસજી હોસ્પિટલના ડો. એવી ગોખલે અને ડો. પૂર્વી તથા ડો. સોનાલીની ટીમે પ્રસુતિ કરાવી પણ બાળકીનું વજન માત્ર એક કિલોગ્રામ હતું. જે ગંભીર બાબત હતી. બાળકીને જીવતી રાખવા ડો. શીલા ઐયર, ડો. શ્વેતલ પરીખ અને ડો. નવાઝ પટેલે આવા ગંભીર સ્થિતિના શિશુઓની જાળવણી માટેની કાંગારુ કેર સહિતની અદ્યતન ટેક્નિકનો ઉપયોગ કર્યો, તેને 15 દિવસ સુધી વેન્ટિલેટર પર જ રાખી હતી. કાંગારુ કેરમાં માતાના હૃદય સાથે એક કોથળીમાં નવજાત બાળકીને છાતી સરસી રાખવામાં આવે છે. આ દિવસો દરમિયાન સાથી નર્સોએ પણ બાળકીને કાંગારુકેર આપીને ઉત્તમ અને ઉદ્દાત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ વિશે કાનનબેન કહે છે કે, ‘ કોરોનાનો સમય હતો અને હું પ્રેગ્નેન્ટ હતી તેથી મને ડ્યુટિ નોન કોવિડમાં જ અપાઇ હતી. પણ જ્યારે કોરોના થયો ત્યારે મેં હિંમત રાખી હતી. કોરોના એ અન્ય બીમારી સાથે જીવતા લોકો માટે જ ગંભીર છે. પણ એસએસજીમાં મારા તમામ સ્ટાફ અને સાથીદારોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો તેમના પ્રયાસોને લીધે જ ગ્રીવા જીવતી છે. આ દરમિયાન મે બેંકની સ્થાપન બાદ સૌથી વધુ માતૃદૂધ પણ ડોનેટ કર્યું છે. ’ આ કટોકટીના દિવસોથી માંડીને અત્યાર સુધીલ કાનનબેનના પતિ સૌરભભાઇ પણ તેમની પડખે જ રહ્યાં હતા. ખાનગી કંપનીમાં જોબ કરવા છતાં તેમણે સ્થિતિ અને જરૂરિયાત જોઇને બે મહિનાની લાંબી રજા મૂકી દીધી. સયાજી હોસ્પિટલમાં સ્ટાફનર્સ તરીકે ફરજ બજાવતાં કાનન સોલંકી કોરોનાગ્રસ્ત હતા ત્યારે જ સયાજી હોસ્પિટલમાં જ તેમણે 5મી ઓગસ્ટે કટોકટીભર્યા ક્ષણોમાં પુત્રીને જન્મ આપ્યો હતો. ગર્ભાવસ્થાના 7 મહિના સુધી કોરોના મહામારી ચાલી રહી હતી ત્યારે હોસ્પિટલના નિયોનેટલ આઇસીયુમાં તેમણે ફરજ બજાવી હતી. શરૂઆતમાં પુત્રીની શારીરિક સ્થિતિ નબળી હતી. હવે 53 દિવસ બાદ પુત્રી ગ્રીવા સ્વસ્થ છે. આ દિવસો દરમિયાન કાનનબેને પોતાના સંતાનની જરિયાત કરતા વધારાના માતૃદૂધનું મધર્સ મિલ્કબેંકને દાન કર્યું હતું.

કાનનબેન સગર્ભા હતા ત્યારે પ્લેસેન્ટા રપ્ચર થવાથી ગર્ભજળનો સ્રાવ શરૂ થયો હતો. પણ તેઓ ગંભીરતા સમજીને તુરંત જ એસએસજીમાં ગયા અને કોરોના છતાં કાળજી પૂર્વક શસ્ત્રક્રિયા કરીને એસએસજી હોસ્પિટલના ડો. એવી ગોખલે અને ડો. પૂર્વી તથા ડો. સોનાલીની ટીમે પ્રસુતિ કરાવી પણ બાળકીનું વજન માત્ર એક કિલોગ્રામ હતું. જે ગંભીર બાબત હતી. બાળકીને જીવતી રાખવા ડો. શીલા ઐયર, ડો. શ્વેતલ પરીખ અને ડો. નવાઝ પટેલે આવા ગંભીર સ્થિતિના શિશુઓની જાળવણી માટેની કાંગારુ કેર સહિતની અદ્યતન ટેક્નિકનો ઉપયોગ કર્યો, તેને 15 દિવસ સુધી વેન્ટિલેટર પર જ રાખી હતી. કાંગારુ કેરમાં માતાના હૃદય સાથે એક કોથળીમાં નવજાત બાળકીને છાતી સરસી રાખવામાં આવે છે. આ દિવસો દરમિયાન સાથી નર્સોએ પણ બાળકીને કાંગારુકેર આપીને ઉત્તમ અને ઉદ્દાત ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ વિશે કાનનબેન કહે છે કે, ‘ કોરોનાનો સમય હતો અને હું પ્રેગ્નેન્ટ હતી તેથી મને ડ્યુટિ નોન કોવિડમાં જ અપાઇ હતી. પણ જ્યારે કોરોના થયો ત્યારે મેં હિંમત રાખી હતી. કોરોના એ અન્ય બીમારી સાથે જીવતા લોકો માટે જ ગંભીર છે. પણ એસએસજીમાં મારા તમામ સ્ટાફ અને સાથીદારોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો તેમના પ્રયાસોને લીધે જ ગ્રીવા જીવતી છે. આ દરમિયાન મે બેંકની સ્થાપન બાદ સૌથી વધુ માતૃદૂધ પણ ડોનેટ કર્યું છે. ’ આ કટોકટીના દિવસોથી માંડીને અત્યાર સુધીલ કાનનબેનના પતિ સૌરભભાઇ પણ તેમની પડખે જ રહ્યાં હતા. ખાનગી કંપનીમાં જોબ કરવા છતાં તેમણે સ્થિતિ અને જરૂરિયાત જોઇને બે મહિનાની લાંબી રજા મૂકી દીધી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો