તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Depression depressing Women Also Have Potential Effects On Their Children, Unable To Help, And Feeling Poor Themselves.

ડિપ્રેશન-અસ્વસ્થ મહિલાઓના બાળકો પર પણ સંભવિત અસરો, મદદ ન કરવાની અને પોતાની જાતને નબળી સમજવા લાગે છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ન્યૂયોર્કની સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટી અને ફેમિલી સાયકોલોજી જર્નલ રિસર્ચમાં ખુલાસો થયો
  • માતાની હતાશા માટે પોતાની જાતને જવાબદાર સમજતા બાળકો પર વધારે અસર પડી શકે છે

દિવ્યશ્રી ડેસ્ક. જે બાળકો એવું વિચારતા હોય છે કે, તેમની માતાની માનસિક સ્થિતિ સારી નથી અથવા તે દુખી, હતાશા અથવા ડિપ્રેશનમાં છે તો, આવા બાળકો ભવિષ્યમાં ડિપ્રેશનનો ભોગ બની શકે છે. છે. એટલે સુધી તેમનામાં બીજાની મદદ ન કરવા, અસફળતા અને પોતાની જાતને બીજાથી નબળી સમજવાની લાગણી પણ વિકસી શકે છે. ન્યૂયોર્કની સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે.  તેને ફેમિલી સાયકોલોજી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. 

બાળકોને નકારાત્મક વિચારો આવે છે
રિસર્ચના લીડ ઓથર અને એસએમયુમાં સાયકોલોજીના પ્રોફેસર ડો.ક્રિસ્ટિના કોરોસના જણાવ્યા પ્રમાણે- જે બાળકો પોતાને દોષ આપે છે, તેમને નકારાત્મક વિચારો વધારે આવે છે. આવી સ્થિતિમાં તેમને સકારાત્મક ઉપચાર અને હસ્તક્ષેપ દ્વારા તેમની મદદ કરી શકાય છે. જો કે, ઉચ્ચ સ્તરે ડિપ્રેશનનો ભોગ બનેલી માતાઓને આ જોખમનો સામનો કરવો પડી શકે છે તેમના બાળકોને પણ ભવિષ્યમાં ડિપ્રેશન અને ચિંતાનો ભોગ બની શકે છે. રિસર્ચ દરમિયાન માતાઓને એ આકારણી કરવા પણ કહેવામાં આવ્યું હતું કે શું તેઓને તેમના બાળકોમાં હતાશા અને ચિંતાના લક્ષણો જોવા મળ્યા છે. મોટાભાગની મહિલાઓને જવાબ હા હતો. તે જ સમયે, બાળકોને ચાર નાના સર્વે પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું. 

નિષ્ફળતા અને પોતાની જાતને નબળી પાડવાની ભાવનામાં વધારો
ડો. કોરોસના જણાવ્યા પ્રમાણે, જો બાળકો તેમની માતાના સંકેતોને સમજીને વ્યક્તિગત રીતે જવાબદાર મહેસૂસ કરે છે, તો તેઓ તેમની માતાની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી શકે છે. ભલે પ્રયાસ કોઈ નિશ્ચિત રીતે કરવામાં ન આવે. પરંતુ બીજી બાજુ, બાળકમાં પણ અસહકાર, નિષ્ફળતા અને પોતાની જાતને બીજા કરતાં નબળી સમજવા લાગે છે. 

20-20 સવાલ પૂછ્યાં, 88% મહિલાઓમાં હતાશાનાં લક્ષણો જોવા મળ્યાં
રિસર્ચ દરમિયાન 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને મહિલાઓને લગભગ 20-20 સવાલો પૂછવામાં આવ્યા હતા. તેમના જે જવાબ મળ્યા તેમનું વિશ્લેષણ કર્યા બાદ અંદાજે 80 ટકા મહિલાઓમાં ડિપ્રેશન અને ચિંતાના લક્ષ્ણો જોવા મળ્યા. તેમાંથી લગભગ 12 ટકા મહિલાઓમાં ડિપ્રેશનનું સ્તર વધારે જોવા મળ્યું હતુ. તેમને પૂછવામાં આવેલ અમુક પસંદગીના સવાલો એ હતા કે, કામ કરવાનું મન નથી થતું. તેમને બધી ઇચ્છાઓનો ત્યાગ કર્યો છે. કોઈ ચોક્કસ કાર્ય કરવાની ઇચ્છા નથી થતી. તેમને ફક્ત હા અથવા ના જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો