તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માગણી:દ્વારકા જગતમંદિર પરિસરમાં ફોટોગ્રાફીનો વ્યવસાય પુન: શરૂ કરવા માગણી કરાઇ

દ્વારકા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસોસીએશને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું : ફોટોગ્રાફરોની કફોડી હાલત કફોડી

યાત્રાધામ દ્વારકામાં જગતમંદિર પરિસરમાં ફોટોગ્રાફીનો વ્યવસાય પુન: શરૂ કરવા ફોટોગ્રાફર એસોસીએશને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં કોરોનાના કારણે ફોટોગ્રાફી બંધ થતા ભાવિકોના ફોટા પાડી જીવનનિર્વાહ ચલાવતા ફોટોગ્રાફરોની કફોડી હાલત થઇ હોવાનું જણાવાયું છે.કોરોના મહામારીએ અર્થતંત્રની કમર તોડી નાખી છે. દરેક ધંધા પર માઠી અસર પડી છે. ત્યારે દ્વારકા જગત મંદિરનાં પરિસરમાં ફોટોગ્રાફીનો વ્યવસાય ફરી શરૂ કરવા દેવા ફોટોગ્રાફર એસોસીએશને શનિવારના પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું.

જેમાં કોરોના મહામારી પછી તમામ ધંધાર્થી બેરોજગાર થયા છે. પરંતુ અનલોક જાહેર થયા બાદ ધીરેધીરે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. ધીરેધીરે મોટાભાગના ધંધા શરૂ થયા છે. ત્યારે યાત્રાધામ દ્વારકાઘીશનાં જગત મંદિરનાં પટાંગણમાં દર્શને આવતા ભક્તોના ફોટા પાડી જીવનનિર્વાહ ચલાવતા ફોટોગ્રાફોરોને પુન: ફોટો પાડવાની મંજૂરી આપવા માંગણી કરી છે. જગતમંદિરનાં દ્વાર પુન: ખોલવામાં આવ્યા છે ત્યારે દ્વારકાનાં ફોટોગ્રાફરો પુન: ફોટોગ્રાફીની છૂટ આપવા માંગ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો