તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આવેદન પત્ર:BRTSનો રૂટ કડોદરા સુધી લંબાવવાની માંગ કરાઇ

પલસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનતા હિતરક્ષક સમિતિ દ્વારા આવેદન

સુરત શહેરથી કડોદરા સુધી ઔધોગિક કામદારનું આવન જાવન પણ ખૂબ થાય છે ત્યારે આ BRTS નું વિસ્તરણ વરેલી સુધી જ કરવામાં આવેલ છે. જે અયોગ્ય છે જે માટે એક આવેદન પત્ર સુરત મહાનગરપાલિકા ના કમિશનરને આપવામાં આવ્યું હતું. કડોદરાના મુસાફરોને વરેલી સુધી આવન જાવન કરવા રીક્ષા નો ઉપયોગ કરવો પડશે. જે ટ્રાફિકની વધુ સમસ્યા સર્જશે. આમ તો આ BRTS સૂડાના સમાવેશ વિસ્તાર એવા જોળવા સુધી જ થવો જોઈએ. જે બાબતે પણ BRTS પ્રોજેક્ટ ઓથીરિટીને હમણાંથી જ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત જનતા હિત રક્ષક સમિતિએ R&B અધિકારી સાથેની બેઠકમાં કડોદરા ચોકડી પર ટ્રાફિકની સમસ્યા નિવારવા અંગે રજૂઆત કરી હતી. જે બાદ આ કાર્ય આરંભ કરવામાં આવેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો