તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Demand To Speed Up Work On Hajipir Road From Guntali To Deshlapar, Independent Candidate Awakens Public Question Even After Losing Election

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:દેશલપર ગુંતલીથી હાજીપીર માર્ગના કામમાં ઝડપ લાવવા માગ, ચૂંટણી હાર્યા બાદ પણ અપક્ષ ઉમેદવાર લોકપ્રશ્ને જાગૃત

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશલપર ગુંતલીથી હાજીપીર તરફના માર્ગનું કામ ગોકળગતિએ ચાલતું હોઇ, કામમાં ઝડપ લાવવા માગ ઉઠી છે. અબડાસા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં હાર્યા છતાં ઉભરી આવેલા અપક્ષ ઉમેદવાર લોકોના પ્રશ્ને જાગૃત છે અને આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.હાજીપીર બાબાની દરગાહ તરફ જતા માર્ગની દોઢ વર્ષ અગાઉ તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી 16 કિ.મી.નો રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે. અા કામ પૂર્ણ કરવાની 14 મહિનાની સમય મર્યાદા નિયત કરાઇ હતી, જેની સામે હાલે 18 મહિના જેટલો સમય થવા આવ્યો છે તેમ છતાં કામ માત્ર 25 ટકા જ થયું છે.

દેશલપર ગુંતલીથી હાજીપીર તરફના માર્ગનું કામ સત્વરે પૂર્ણ કરાય તો હાજીપીરના દર્શનાર્થે આવતા લોકો અને અાૈદ્યોગિક એકમોના વાહનો સરળતાથી પસાર થઇ શકશે અને અકસ્માત નિવારી શકાશે. વધુમાં ઢોરોથી હાજીપીર તરફના 16 કિ.મી. માર્ગ માટેની પણ દરખાસ્ત પણ ઉચ્ચ કક્ષાએ મોકલી અપાઇ છે. દેશલપર ગુંતલીથી હાજીપીર માર્ગનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા, ઢોરોથી હાજીપીર રોડ મંજૂર કરી, તેનું કામ શરૂ કરવા અબડાસા મત વિસ્તારના સામાજિક કાર્યકર હનિફ જાકબ બાવાએ નાયબ મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો