તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:જૂના બહુરૂપામાં આંગણવાડી બનાવવા ગ્રામજનોની માંગ

નિઝર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કુકરમુંડા તાલુકાના જુના બહુરુપા ગામમાં આંગણવાડીની સુવિધા ન હોવાથી નવી આંગણવાડી બનાવવા તેમજ ફાળવવા ગ્રામજનોએ કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.કુકરમુંડા તાલુકાના જૂના બહુરૂપા ગામમાં આંગણવાડી કેન્દ્ર ન હોવાથી બાળકોનું ઘડતર અધૂરું રહી જતું હોય છે. ભારત દેશને આઝાદ થયાના 72 વર્ષ પૂર્ણ થયા હોવા છતા પણ જુના બહુરૂપાં ગામમાં આજદિન સુધી નાના બાળકો,સગર્ભા,ધાત્રી માતાઓ કે,કિશોરીઓ આરોગ્ય લક્ષી કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી. જેથી નાના બાળકો માટે તાત્કાલિક સુવિધા કરવામાં આવે તેવી માંગ સાથે તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીશ્રીને જુના બહુરૃપા ગામના ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો