તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માગણી:તેજગઢના ખેડૂતોની સમયસર વીજ પુરવઠો આપવાની માગ

તેજગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના ખેડૂતો અપૂરતી વીજળીના પ્રશ્નોથી ત્રાસી ગયા
  • સૂત્રોચ્ચાર સાથે વીજ કચેરીમાં આવેદન આપવામાં આવ્યું

જગતનો તાત ખેડૂત.પણ આ યુક્તિને સાર્થક કરવા માટે ખેડૂતોએ દિન રાત મહેનત કરવી પડે છે. ખેડૂતોને પણ આ સરકાર આંખ આડા કાન કરી એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખતી હોય. તેઓને સિંચાઈનું પાણી આપે છે, ના તો પૂરતી વિજળી. આવી જ સમસ્યાઓથી છોટાઉદેપુર જિલ્લાના ઘણા ક્ષેત્રોના આદિવાસી ખેડૂતો અપૂરતી વીજળીના પ્રશ્નનોથી ખૂબ ત્રાસી ગયા છે. વીજળીના નામે ખેડૂતને વારંવાર ખાલી ધક્કા ખાવા પડે છે. આથી રવિવારે છોટાઉદેપુરના તેજગઢ ગામના લોકોએ સૂત્રો ઉચ્ચાર સાથે વીજ કાર્યાલય ખાતે આવેદનપત્ર આપ્યું.છોટાઉદેપુરના તેજગઢ ગામના લોકોને વારંવાર વીજળીની સમસ્યાનો સામનો કરવો પડતો હોવાથી.

તેઓએ તારીખ 14/09/2020ના રોજ ટીસી બળી ગયા હોવાની અરજી તેજગઢ વીજ કાર્યાલય ખાતે આપી હતી. પણ કોઇ કાર્યવાહી ન થતાં તેઓએ ફરી તારીખ 13-10-2020ના રોજ ફરી અરજી કરતા નવી ટીસી લગાવી હતી. જે લો વોલ્ટની હોવાથી ખેડૂતોને ખેતરમાં ઉભા પાકમાં પાણી લેવામાં તકલીફ પડતી હોય ફરી આજે રવિવારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપતા નવી ટીસી નંખાઈ હતી. જેના પણ ગણતરીની સિકોન્ડોમાં જ ધુમાળા નીકળી ગયા હતા. આ વીજ તંત્રની બેદરકારી કહીયે કે કાળું કામ. પરંતુ જગતના તાતને મોટી નુકસાન ભોગવવું પડે છે. તેનો જવાબદાર કોણ? આ એક મોટો સવાલ સરકાર સામે ઉભો થયો છે.રાજેશભાઇ રાઠવાએ જણાવ્યુ હતુ કે ટીસી બળી હોવાનો એક મહિનો થયો છે. જેની જાણ કરતા રીપેરીંગ કરયાના 3-4 દિવસમા બંધ થયા બાદ અરજીઓ આપી એ સમસ્યાનું નિરાકરણ થયુ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો