• Home
  • Lifestyle
  • Travel
  • Demand for Tejas Express increased, one more car car coach will be added, 2 special train services will start between Bandra Terminus and Bhuj.

સુવિધા / તેજસ એક્સપ્રેસની ડિમાન્ડ વધી, વધુ એક ચેર કાર કોચ જોડવામાં આવશે, બ્રાન્દ્રા ટર્મિનસ અને ભુજની વચ્ચે 2 વિશેષ ટ્રેન સેવાઓ શરૂ થશે

Demand for Tejas Express increased, one more car car coach will be added, 2 special train services will start between Bandra Terminus and Bhuj.

  • મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવેએ કોચ લગાવવાની મંજૂરી આપી
  • મુંબઈ સેન્ટ્રલ -અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં 24થી 29 જાન્યુઆરી સુધી એક એસી ચેર કાર કોચ જોડવામાં આવશે
  • બાન્દ્રા ટર્મિનસ-ભુજ વચ્ચે વિશેષ ટ્રેન વિશેષ ભાડાની સાથે 2 ફેરા લગાવશે

Divyabhaskar.com

Jan 25, 2020, 01:55 PM IST

ટ્રાવેલ ડેસ્ક. અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલની વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસની ડિમાન્ડ વધી ગઈ છે. મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ તેજસ એક્સપ્રેસમાં અસ્થાયી રૂપે વધુ એક ચેર કાર કોચને જોડવાની મંજૂરી આપી છે.


24થી 29 જાન્યુઆરી સુધી એક વધુ એસી ચેર કાર કોચ
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ના જણાવ્યા પ્રમાણે, મમુસાફરોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ વધુ એક કોચને જોડવાની માગ કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેની મંજૂરી બાદ 82901/82902 મુંબઈ સેન્ટ્રલ -અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં 24થી 29 જાન્યુઆરી સુધી એક એસી ચેર કાર કોચ જોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 17 જાન્યુઆરીએ શરૂ થયેલી તેજસ એક્સપ્રેસ 19 જાન્યુઆરી સુધી ટ્રેન કાયમી ધોરણે દોડી રહી છે.

સુરત રેલવે સ્ટેશન પર જલ્દી બનશે વીઆઈપી લાઉન્જ
સુરત સ્ટેશન પર વીઆઈપી લાઉન્જ બનશે. તેના માટે IRCTCએ સુરત રેલલે સ્ટેશનના પ્લેટફોર્મ-1 પર સ્થિત જૂની પાર્સલ ઓફિસનું નિરીક્ષણ કર્યું છે. પાર્સલ ઓફિસ હટાવીને વીઆઈપી લાઉન્જ બનાવવાનું કામ શરૂ થશે. વીઆઈપી લાઉન્જ સંપૂર્ણ લક્ઝરી હશે. તેને અમદાવાદની જેમ બનાવવામાં આવશે. તેને બનાવવામાં છ મહિનાનો સમય લાગશે. વીઆઈપી લાઉન્જ બન્યા બાદ તેજસના મુસાફરો અહીં બેસીને ટ્રેનની રાહ જોઈ શકશે.

બ્રાન્દ્રા ટર્મિનસથી ભુજ વચ્ચે 2 વિશેષ ટ્રેન સેવાઓ
મુસાફરોની સુવિધા અને ટ્રેનોમાં ભીડ ઓછી કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા બ્રાન્દ્રા ટર્મિનસ અને ભુજની વચ્ચે વિશેષ ટ્રેનની 2 સેવાઓ વિશેષ ભાડા સાથે શરૂ કરવામાં આવશે. 09089/09090 બાન્દ્રા ટર્મિનસ-ભુજ વિશેષ ટ્રેન વિશેષ ભાડાની સાથે 2 ફેરા લગાવશે. વિશેષ ટ્રેન બાન્દ્રા ટર્મિનસથી મંગળવાર રાતે 11.45 કલાકે રવાના થઈને બીજા દિવસે બપોરે 3.20 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન 28 જાન્યુઆરીએ દોડશે. રિટર્નમાં ટ્રેન ભુજથી બુધવારે સાંજે 6.30 કલાકે રવાના થઈને બીજા દિવસે સવારે 10.20 કલાકે બ્રાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 29 જાન્યુઆરી 2020થી શરૂ થશે. આ ટ્રેનમાં એસી 2 ટીયર ર, એસી 3 ટીયર , સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. બંને તરફ આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશન પર ઉભી રહેશે.

X
Demand for Tejas Express increased, one more car car coach will be added, 2 special train services will start between Bandra Terminus and Bhuj.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી