તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ગોંડલના વૃદ્ધને માર મારવાના કેસમાં પરિવારની PIને સસ્પેન્ડ કરવા માંગ

જેતપુર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેતપુરના બાવાવાળાપરામાં જુગાર રમનાર વૃદ્ધને પોલીસે માર માર્યો હતો
  • માર મારવાના બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પીઆઇ રજા પર ઉતરી ગયા

જેતપુરના બાવાવાળાપરામાં જુગારમાં પકડાયેલા ગોંડલના વૃદ્ધને સીટી પીઆઈએ બેરહમીપૂર્વક મારમારવાના બનાવમાં પોલીસે હજુ સુધી ફરીયાદ નોંધી નથી. બીજી બાજુ વૃદ્ધના પરિવારજનોએ પીઆઇને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. બનાવની ગંભીરતાને કારણે પીઆઇ રજા પર ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

ગોંડલના લોહાણા વૃદ્ધ લલિતભાઈ અઢીયાને જુગારમાં એલસીબીએ જુગારના ગુન્હામાં જેતપુરના બાવાવાળાપરા વિસ્તારમાંથી પકડી સીટી પોલીસને સોંપતા પીઆઇ જે બી કરમુરે પકડાયેલ તમામ જુગારીઓને જુગારના ગુન્હામાં છૂટવા માટે 2,80,000 લીધા હોવા છતાં ન મારવા પેટે વધુ ત્રણ લાખ માંગતા લલિતભાઈને બ્લડ પ્રેસર વધી જતાં કરમુરે તેઓને પચાસથી સાંઈઠ પટ્ટા હાથ, મોઢા, માથું, પીઠ તેમજ પેટમાં મારીને એક વ્હીલ પ્લેટ છૂટી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર માટે જેતપુર સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા. ત્યાં પીએસઆઇ હરીયાણી નિવેદન નોંધવા આવ્યા જેમાં ચાલુ નિવેદને તબિયત બગડતા પ્રથમ ગોંડલ અને ત્યારબાદ રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અંગે વૃદ્ધના પરિવારજનોએ જણાવેલ કે, અહીંથી ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી છે.

પરંતુ હજુ સુધી ફરીયાદ તો શું નિવેદન લેવા માટે પણ કોઈ નથી આવ્યું અને બીજી બાજુ હાથમાં છૂટી વ્હીલ પ્લેટ મારવાથી હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. કાનમાં સંભળાતું નથી અને માથામાં પટ્ટા મારવાથી લલિતભાઈ આજ સવારે તો કોઈને ઓળખી પણ શકતા ન હતા તેઓની યાદશક્તિ જ ચાલી ગઈ હતી. અને અહીં હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો વૉર્ડ પાંચમા માળે હોય અને એક જ લિફ્ટનો ઉપયોગ થતો હોવાથી ક્યાંક અમારા પપ્પા સંક્રમીત ન થઈ જાય તેનો ડર લાગે છે. અને ૭૦ વર્ષની ઉંમરે હાઈ બ્લડ પ્રેસરની બીમારીમાં પીઆઇના મારનો અતિ દર્દ થતો હોવાથી તેઓને ના છૂટકે પેઇન કિલરના ઇન્જેક્શનો આપવા પડે છે. જેથી સીનીયર સીટીઝન પર પણ આટલી હદે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરનાર પીઆઇ બીજા સામાન્ય વયના આરોપી પર કેવા જુલમ કરતો હશે ? તેવો પ્રશ્ન ઉભો કરી પીઆઇ કરમુરને તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવે અને તેની સામે કડક કલમો હેઠળ ફરીયાદ નોંધવા માંગ કરી હતી.

બીજીબાજુ પીઆઇ કરમુરનો સંપર્ક કરવાની કોશિષ કરતા તેઓ રજા પર ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે પીઆઇ કરમુરે ભૂતકાળમાં મહિલાઓ તેમજ કોઈ પણ જાતની ફરીયાદ વગર પણ ઘણા શખ્સોને ગેરકાયદેસર ગોંધીને બેરહમીપૂર્વક મારમાર્યાના આક્ષેપ પણ થયાં છે. પરંતુ એકપણ બનાવમાં કરમુર સામે કઈ પગલાં ભરવામાં આવ્યા નથી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો