તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:સિહોરમાં SBI ની વધુ એક શાખા શરૂ કરવા ઉઠતી માંગ

સિહોર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિહોરમાં SBI ની વધુ એક શાખા શરૂ કરવા ઉઠતી માંગ
  • બેન્કમાં ગ્રાહકોની રહેતી ભારે ભીડ

સિહોરમાં હાલમાં કાર્યરત સિહોર એસ.બી.આઇ.શહેરની મધ્યમાં અને ગીચ વિસ્તારમાં હોય સિહોરમાં એસ.બી.આઇ.ની બીજી શાખા શરૂ કરવાની પ્રબળ લોક માંગ ઊઠવા પામી છે. એસ.બી.આઇ.એ. રાષ્ટ્રીયકૃત બેંક છે. સિહોરમાં ચાર-ચાર જી.આઇ.ડી.સી.ઓ આવેલી છે. અને એમાં સ્થાનિક ઉપરાંત પરપ્રાંતીય મજૂરો પણ બહોળી સંખ્યામાં કામ કરે છે. આ મજૂરો પોતાના વતનમાં રહેતા પોતાના પરિવારજનોના ખાતામાં નાણા જમા કરાવવા અહીં આવે છે.

ઉપરાંત સિહોર નગરપાલિકાના કર્મચારીઓ, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી, સિહોર કેન્દ્રવર્તી -1 અને સિહોર કેન્દ્રવર્તી -2ના શિક્ષકોના પગાર, બી.એલ.ઓ.ને ચુકવવામાં આવતું પેમેન્ટ, અન્ય વિવિધ સરકારી કચેરીના કર્મચારીઓના પગારો સહિતના કામોનું ભારણ અહીં વધારે રહેતું હોય છે.

આ બેંકના ગ્રાહકોની સંખ્યા પણ વધી ગઇ છે. અને બેંક જે જગ્યાએ આવેલી છે તે સિહોર મેઇન બજારનો ભરચક વિસ્તાર છે અને અહીં દિવસ દરમ્યાન સતત ટ્રાફિકજામ રહેતો હોય છે. ઉપરાંત બેંકની અંદરની જગ્યા પણ બહુ મોટી નથી. સિહોરની મામલતદાર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓ ભાવનગર રોડ પર આવી ગઇ છે. જો એસ.બી.આઇ.ની અન્ય એક શાખા ભાવનગર રોડ પર શરૂ કરવામાં આવે તો સિહોરવાસીઓને બેંકને લગતા કામકાજ માટે છેક મેઇન બજાર સુધી ધકકા ખાવામાંથી મુકિત મળી શકે. જો સિહોરમાં એસ.બી.આઇ.ની અન્ય એક શાખા શરૂ કરવામાં આવે તો ગ્રાહકોને વધુ સુવિધા મળે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો