તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:જસદણમાં એકાંતરા પીવાનું પાણી વિતરણ કરવા માગણી

જસદણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ શહેરભરમાં દર ચોથા દિવસે પાણી વિતરણ થાય છે

જસદણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતું આલણસાગર તળાવ કુદરતની મહેરબાનીથી ઓવરફલો થઈ ગયું છે. જેના કારણે ડેમનું વધારાનું પાણી ભાદર નદીમાં વહી રહ્યું છે. છતાં જસદણ નગરપાલિકા દ્વારા હાલ જસદણ શહેરભરમાં દર ચોથા દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેથી જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન બીજલભાઈ ભેસજાળીયાએ શહેરભરમાં એકાંતરા પીવાનું પાણી વિતરણ કરવામાં આવે તેવી ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, જસદણના શહેરીજનોનું જીવાદોરી સમાન ગણાતું આલણસાગર તળાવ હાલ કુદરતની મહેરબાનીથી છલોછલ ભરાઈ ગયું છે. આ તળાવનું વધારાનું પાણી ભાદર નદીમાં વહી રહ્યું છે. જેથી તળાવનું વધારાનું પાણી નદીમાં વહી જાય છે તેના કરતા જસદણના લોકોને વધારે પીવાનું પાણી આપવામાં આવે તો લોકોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. તેમ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેને લેખીતમાં માંગ કરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો