તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈઃ દીપિકા પાદુકોણની ‘છપાક’ તથા અજય દેવગનની ફિલ્મ ‘તાનાજી’ 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. આ બંને ફિલ્મને ક્રિટિક્સ તથા દર્શકોએ વખાણી છે. બંને ફિલ્મને ઈમ્પ્રેસિવ ટ્રેલર-ટીઝર તથા સ્ટ્રોંગ વર્ડ ઓફ માઉથનો ફાયદો મળ્યો છે. બંને ફિલ્મનું પહેલાં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે.
અજયની ફિલ્મે પહેલાં દિવસે 15 કરોડની કમાણી કરી
ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’એ પહેલાં દિવસે 15.10 કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. બીજા તથા ત્રીજા દિવસે ફિલ્મ વધુ કમાણી કરશે તેમ માનવામાં આવે છે. નોંધનીય છે કે અજયની આ 100મી ફિલ્મ છે. ફિલ્મમાં કાજોલ તથા સૈફ અલી ખાન છે.
#Tanhaji exceeds expectations and posts healthy total on Day 1... Biz grew rapidly from post-noon onwards... Excellent in #Maharashtra [#Mumbai, parts of #CP and #Nizam circuits]... Glowing word of mouth should ensure solid growth on Day 2 and 3... Fri ₹ 15.10 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) January 11, 2020
દીપિકાની ફિલ્મે 4.77 કરોડની કમાણી કરી
દીપિકા પાદુકોણની ‘છપાક’એ પહેલાં દિવસે 4.77 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મને માઉથ પબ્લિસિટીનો ઘણો જ ફાયદો મળશે.
#Chhapaak is ordinary on Day 1... Collects well at select high-end multiplexes... Biz at Tier-2 and 3 cities and also mass circuits is way below the mark... Growth on Day 2 and 3 crucial for a respectable weekend total... Fri ₹ 4.77 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) January 11, 2020
‘છપાક’ કરતાં ‘તાનાજી’ને વધુ સ્ક્રીન્સ મળી છે
‘તાનાજી’નું સ્ક્રીન કાઉન્ટ
‘છપાક’નું સ્ક્રીન કાઉન્ટ
‘છપાક’ને નેગેટિવ પબ્લિસિટીનો ફાયદો ના મળ્યો
દીપિકા પાદુકોણ ‘છપાક’થી પ્રોડ્યૂસર પણ બની છે. આ ફિલ્મ 40 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે. દીપિકા પાદુકોણે જેએનયુની (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) મુલાકાત લીધી હતી અને તે અહીંયા વિદ્યાર્થી સંઘની અધ્યક્ષા આઈશી ઘોષને મળી હતી. જેને કારણે દીપિકાનો ઘણો જ વિરોધ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં સોશિયલ મીડિયામાં ‘#boycottchhapaak’ ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો હતો. જોકે, આ ટ્રેન્ડની સામે દીપિકાના ચાહકોએ ‘#ISupportDeepika’ કરીને ટ્રેન્ડ ચલાવ્યો હતો. ‘પદ્માવત’ વખતે પણ ફિલ્મને લઈ ઘણો જ વિવાદ થયો હતો. અલબત્ત, આ વિવાદથી ફિલ્મને ફાયદો થયો હતો. આ વખતે પણ એમ જ માનવામાં આવતું હતું કે ફિલ્મને ફાયદો થશે પરંતુ તેમ થયું નહીં. આ ફિલ્મની પહેલાં દિવસે કમાણી 6 કરોડની આસપાસ રહેશે તેમ ટ્રેડ પંડિતો માનતા હતાં પરંતુ વિરોધને કારણે આ ફિલ્મે પહેલાં દિવસે માત્ર 4.77 કરોડની જ કમાણી કરી હતી.
ત્રણ રાજ્યો તથા એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘છપાક’ ટેક્સ ફ્રી
રિલીઝ પહેલાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ તથા પુડુચેરીમાં ‘છપાક’ને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી હતી. હવે, રાજસ્થાનમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરાઈ છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.