એનિવર્સરી / ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી પર દીપિકા-રણવીરે તિરૂપતિ મંદિરમાં ભગવાન વેંકટેશના આશીર્વાદ લીધા

Deepika-Ranveer receives God's blessing at Tirupati temple on First Wedding Anniversary
ગયા વર્ષે દીપિકા તથા રણવીરે પ્રી વેડિંગ ફંક્શનથી લઈ રિસેપ્શનમાં મેચિંગ કર્યું હતું
ગયા વર્ષે દીપિકા તથા રણવીરે પ્રી વેડિંગ ફંક્શનથી લઈ રિસેપ્શનમાં મેચિંગ કર્યું હતું
ડાબેથી, જગજીત સિંહ ભવનાની, રીતિકા ભવનાની, અંજુ ભવનાની, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ઉજ્જલા પાદુકોણ, પ્રકાશ પાદુકોણ તથા અનિષા પાદુકોણ
ડાબેથી, જગજીત સિંહ ભવનાની, રીતિકા ભવનાની, અંજુ ભવનાની, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ઉજ્જલા પાદુકોણ, પ્રકાશ પાદુકોણ તથા અનિષા પાદુકોણ
દીપિકા તથા રણવીર નવપરિણીત યુગલ જેવા લાગી રહ્યાં હતાં
દીપિકા તથા રણવીર નવપરિણીત યુગલ જેવા લાગી રહ્યાં હતાં

Divyabhaskar.com

Nov 14, 2019, 11:29 AM IST

મુંબઈઃ દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહની 14 નવેમ્બરે ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી છે. આ બંનેએ ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી ભગવાનના દર્શન કરીને સેલિબ્રેટ કરવાનો નિર્ણય લીધો છે. સૌ પહેલાં દીપિકા-રણવીર પરિવાર સાથે આંધ્ર પ્રદેશમાં આવેલા તિરુપતિ મંદિરે ગયા હતાં. દીપિકા-રણવીરની મંદિરની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

નવપરિણીત દંપતી જેવા લાગ્યા
દીપિકા તથા રણવીર નવદંપતી જેવા લાગ્યા હતાં. દીપિકાએ લાલ રંગની હેવી બોર્ડરવાળી સાડી પહેરી હતી. સાડી સાથે ગોલ્ડ જ્વેલરી પહેરી હતી. આ ઉપરાંત દીપિકાએ માથામાં સિંદૂર પણ પૂર્યું હતું તો રણવીરે રેડ-ક્રીમ રંગની શેરવાની પહેરી હતી. રણવીરે પત્નીની સાડીના રંગ સાથે મેચ થાય તે રીતની શોલ ઓઢી હતી.

પદ્માવતી દેવીના મંદિરે જશે
રણવીર તથા દીપિકા તિરુપતિમાં આવેલા પદ્માવતી દેવીના મંદિરે પણ જશે. સૂત્રોના મતે, દીપિકા-રણવીર 15 નવેમ્બરે ગોલ્ડન ટેમ્પલ જશે અને એ જ દિવસે મુંબઈ પરત ફરશે.

ગયા વર્ષે ઈટલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 14-15 નવેમ્બરના રોજ દીપિકા તથા રણવીરે ક્લોઝ ફેમિલી મેમ્બર્સની હાજરીમાં ઈટલીના લેક કોમોમાં સાઉથ ઈન્ડિયન તથા સિંધી વિધિથી લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ તેમણે બેંગાલુરુ તથા મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું.

X
Deepika-Ranveer receives God's blessing at Tirupati temple on First Wedding Anniversary
ગયા વર્ષે દીપિકા તથા રણવીરે પ્રી વેડિંગ ફંક્શનથી લઈ રિસેપ્શનમાં મેચિંગ કર્યું હતુંગયા વર્ષે દીપિકા તથા રણવીરે પ્રી વેડિંગ ફંક્શનથી લઈ રિસેપ્શનમાં મેચિંગ કર્યું હતું
ડાબેથી, જગજીત સિંહ ભવનાની, રીતિકા ભવનાની, અંજુ ભવનાની, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ઉજ્જલા પાદુકોણ, પ્રકાશ પાદુકોણ તથા અનિષા પાદુકોણડાબેથી, જગજીત સિંહ ભવનાની, રીતિકા ભવનાની, અંજુ ભવનાની, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ઉજ્જલા પાદુકોણ, પ્રકાશ પાદુકોણ તથા અનિષા પાદુકોણ
દીપિકા તથા રણવીર નવપરિણીત યુગલ જેવા લાગી રહ્યાં હતાંદીપિકા તથા રણવીર નવપરિણીત યુગલ જેવા લાગી રહ્યાં હતાં

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી