વૈભવી / દીપિકા પાદુકોણના પાસપોર્ટ કવરની કિંમતમાં નોન સ્ટોપ દુબઇ ફ્લાઇટની રાઉન્ડ ટ્રિપ થઇ જાય છતાં પૈસા બચે

Deepika Padukone's passport cover costs a non-stop Dubai trip, but the money remains over
Deepika Padukone's passport cover costs a non-stop Dubai trip, but the money remains over

  • દીપિકાનું રોયલ બ્લુ કલરનું લેધર પાસપોર્ટ કવર ‘Goyard’ બ્રાન્ડનું છે

divyabhaskar.com

May 17, 2019, 06:55 PM IST

બોલિવૂડ ડેસ્ક: દીપિકા પાદુકોણ હાલ ફ્રાન્સમાં ચાલી રહેલા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં છે. ગઈકાલે ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે તેણે રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. દીપિકા પાદુકોણે ફેસ્ટિવલમાં જતાં પહેલાં એર ટિકિટ સાથે પાસપોર્ટ કવરનો એક ફોટો શેર કર્યો હતો. આ પાસપોર્ટ કવરની કિંમત 52,936 રૂપિયા છે. દીપિકાનું રોયલ બ્લુ કલરનું લેધર પાસપોર્ટ કવર ‘Goyard’ બ્રાન્ડનું છે. કંપનીની વેબસાઈટ પર તેની કિંમત 755 યુએસ ડોલર (લગભગ 52,936 રૂપિયા) છે જેના પર કંપની 20% ઓફ આપી રહી છે. એટલે 20% ઓફ બાદ પણ તેની કિંમત 675 યુએસ ડોલર (લગભગ 47,307 રૂપિયા) છે.

‘Goyard’ કંપની પેરિસની કંપની છે જે લેધર પ્રોડક્ટ્સ બનાવે છે. તેની સ્થાપના 1853માં થઇ હતી.

day 2, look 4... #cannes2019 @erdem

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકા પાદુકોણ રેડ કાર્પેટ પર ‘Loreal ઇન્ડિયા’ને રેપ્રેઝન્ટ કરી રહી છે. દીપિકા પાદુકોણે ફિલ્મ ફેસ્ટિવલમાં તેના બીજા દિવસના અલગ-અલગ ચાર લુક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ દર વર્ષે યોજાય છે જ્યાં સમગ્ર દુનિયાના બેસ્ટ સિનેમાને સેલિબ્રેટ કરવામાં આવે છે. આ વર્ષનો 72મો ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશન 14 મેથી શરૂ થયો છે અને 25 મેએ આ ફેસ્ટિવલ પૂરો થશે.

X
Deepika Padukone's passport cover costs a non-stop Dubai trip, but the money remains over
Deepika Padukone's passport cover costs a non-stop Dubai trip, but the money remains over
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી