ફી / ફિલ્મ '83' માટે દીપિકા પાદુકોણને 14 કરોડ રૂપિયા મળ્યા હોવાની ચર્ચા

Deepika Padukone has received Rs 14 crore for the film '83'

Divyabhaskar.com

Jun 13, 2019, 05:48 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ લંડનમાં ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ '83'ના શૂટિંગ માટે લંડન ગઈ છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ ક્રિકેટર કપિલ દેવની પત્ની રોમીનો રોલ પ્લે કરી રહી છે. ચર્ચા છે કે દીપિકાને આ ફિલ્મ માટે 14 કરોડ રૂપિયા મળ્યાં છે.

નાનકડાં રોલ માટે મોટી રકમ
સૂત્રોના મતે, દીપિકાનો ફિલ્મમાં રોલ ઘણો જ નાનો છે. કારણ કે આ ફિલ્મની વાર્તા કપિલ દેવ તથા તેની ટીમે વર્લ્ડ કપ જીત્યો તે અંગેની છે. દીપિકાનો રોલ નાનો છે પરંતુ તેને ફી વધુ મળી છે. શરૂઆતમાં દીપિકા આ ફિલ્મ કરવા તૈયાર નહોતી. ફિલ્મમાં તે સેન્ટર રોલમાં નથી. જોકે, પછીથી પતિ રણવીરને કારણે અને ફીને કારણે તે કામ કરવા તૈયાર થઈ હોવાનું માનવામાં આવે છે.

સૌથી વધુ ફી લેનાર એક્ટ્રેસ
ઈન્ડસ્ટ્રીમાં હાલમાં દીપિકા સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસિસમાંથી એક છે. 'પદ્માવત' માટે દીપિકાને 12 કરોડ રૂપિયા મળ્યાં હતાં. દીપિકા બાદ કંગના સૌથી વધુ ફી લે છે. 'મણિકર્ણિકા' માટે કંગનાને 10-12 કરોડ રૂપિયા મળ્યાં હોવાની ચર્ચા છે.

દીપિકાની પ્રોડ્યૂસર તરીકે પહેલી ફિલ્મ આવશે
દીપિકાની પ્રોડ્યૂસર તરીકેની પહેલી ફિલ્મ 'છપાક' આવતા વર્ષે રિલીઝ થવાની છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. ડિરેક્ટર મેઘના ગુલઝારની આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે.

X
Deepika Padukone has received Rs 14 crore for the film '83'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી