ગિફ્ટ / રણબીર કપૂરની બહેન રિદ્ધિમા અને માતા નીતુ કપૂરે દીપિકા પાદુકોણને બ્રેસલેટ ગિફ્ટ કર્યું

Deepika Padukone gets  bracelet gift from Ranbir Kapoor's mom Neetu Kapoor and sister Riddhima Kapoor Sahni
Deepika Padukone gets  bracelet gift from Ranbir Kapoor's mom Neetu Kapoor and sister Riddhima Kapoor Sahni

  • રણબીર કપૂરની બહેન રિદ્ધિમાએ બ્રેસલેટને ડિઝાઇન કર્યું છે
  • દીપિકા ઋષિ કપૂર અને નીતુ કપૂરને રવિવારે ન્યૂ યોર્કમાં મળી હતી

divyabhaskar.com

May 14, 2019, 01:03 PM IST

બોલિવૂડ ડેસ્ક: દીપિકા પાદુકોણ રવિવારે ન્યૂ યોર્કમાં એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરના પેરેન્ટ્સને મળી હતી. ઋષિ કપૂર ગયા વર્ષથી ન્યૂ યોર્કમાં તેની કેન્સરની ટ્રીટમેન્ટ માટે છે. નીતુ કપૂરે દીપિકા સાથેનો ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. દીપિકાની વિઝીટ બાદ રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની અને માતા નીતુ કપૂરે તેને એક ગિફ્ટ આપી હતી. તેઓએ દીપિકાને ગુડ લક બ્રેસલેટ ગિફ્ટ કર્યું હતું જે રિદ્ધિમા કપૂરે ડિઝાઇન કરેલું હતું. દીપિકાએ આ બ્રેસલેટનો ફોટો તેની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરીને લખ્યું હતું, ‘બ્લેસિંગ્સ અને ગુડ વિશિશ.’

દીપિકાએ જે હાથનાં સિમ્બોલ વાળું બ્રેસલેટ પહેર્યું છે તેને ‘Hamsa’ હેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેને ભગવાનના હાથ તરીકે ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ હાથનો સિમ્બોલ તેના માલિકને આનંદ, ભાગ્ય અને તંદુરસ્તી બક્ષે છે. લોકો આ ‘Hamsa’ હેન્ડને ‘hamesh, hamsa, chamsa, અને khamsa’ તરીકે પણ ઓળખે છે.

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની જ્વેલરી ડિઝાઈનર છે. તે ‘આર જ્વેલરી’ની ક્રિએટિવ હેડ છે.

X
Deepika Padukone gets  bracelet gift from Ranbir Kapoor's mom Neetu Kapoor and sister Riddhima Kapoor Sahni
Deepika Padukone gets  bracelet gift from Ranbir Kapoor's mom Neetu Kapoor and sister Riddhima Kapoor Sahni
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી