રેપ અપ / દીપિકા પાદુકોણે ‘છપાક’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું, 10 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે

Deepika Padukone completed the shooting of 'Chhapaak', the film will be released on January 10
Deepika Padukone completed the shooting of 'Chhapaak', the film will be released on January 10

divyabhaskar.com

Jun 05, 2019, 09:07 AM IST

બોલિવૂડ ડેસ્ક: દીપિકા પાદુકોણે તેની ‘છપાક’ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકીને ફિલ્મનું શૂટિંગ પૂરું થયાની વાત જણાવી હતી. ‘રાઝી’ ફેમ ડિરેક્ટર મેઘના ગુલઝાર ‘છપાક’ ફિલ્મના ડિરેક્ટર છે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની બાયોપિક છે. આ ફિલ્મથી દીપિકાએ પ્રોડ્યૂસર તરીકે ડેબ્યુ કર્યું છે. તે આ ફિલ્મ ફોક્સ સ્ટાર સ્ટુડિયો સાથે કો-પ્રોડ્યૂસ કરી રહી છે. દીપિકાએ ફોટો શેર કરતાં લખ્યું કે, ‘મારા કરિયરની સૌથી પ્રેશિયસ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું.’

ફિલ્મનું શૂટિંગ દિલ્હીના રિયલ લોકેશન્સ પર થયું છે. ‘છપાક’ ફિલ્મમાં દીપિકા પાદુકોણની સાથે ‘મિર્ઝાપુર’ ફેમ વિક્રાંત મેસી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.

X
Deepika Padukone completed the shooting of 'Chhapaak', the film will be released on January 10
Deepika Padukone completed the shooting of 'Chhapaak', the film will be released on January 10
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી