તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લોકાર્પણ:સાવલીમાં ભીમનાથ મહાદેવ મંદિર પાસે બગીચાનું લોકાર્પણ

સાવલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સહિત પાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા

સાવલી નગરમાં વિકાસ કર્યોની વણથંભી વિકાસયાત્રા ચાલી રહી છે. પેહલાં નવીન આધુનિક સગવડો ધરાવતું શાકમાર્કેટનું લોકર્પણ અને ત્યાર બાદ નિર્માણ થનાર નવીન ફ્રૂટ માર્કેટનું ખાતમુહૂર્ત અને રવિવારે સાવલી નગરજનો વર્ષોથી એક જાહેર બગીચાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે નગરજનોની આતુરતાનો અંત સાવલીના સુપ્રસિધ્ધ ભીમનાથ મહાદેવના મંદિર પાસે વડોદરા જિલ્લાના સાંસદ રંજનબેનની ગ્રાન્ટમાંથી 25 લાખના ખર્ચે ખર્ચે બાળકોના રમતગમતના સાધનો, લાઈટ અને સુશોભિત પાણીના ફુવારા, વડીલો માટે બાકડાં જેવી આધુનિક સુવિધા સાથે તૈયાર થયેલા ભીમનાથ મહાદેવ ઉધાન કેન્દ્રનું લોકર્પણ સાંસદ રંજનબેન ભટ્ટ અને સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરાયું હતું

.આ પ્રસંગે સાવલી નગરપાલિકાના પ્રમુખ સહિત નગરસેવકો કાર્યકરો નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામ દારે પ્રાસંગિક પ્રવચનમાં આ બાગ થકી નગરના બાળકો, યુવકો તેમજ વૃદ્ધો અહીંયા તન અને મનને પ્રફુલ્લિત કરશે. તેમજ રમત-ગમતના સાધનો દ્વારા બાળકોને મનોરંજન મળશે તેવું જણાવીને સાંસદ રંજનબેન ભટ્ટનો આભાર માનીને તેઓએ પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ જેવી માતબર રકમ નગરજનોના સ્વાસ્થ્ય માટે તેમજ સુખાકારી માટે ફાળવવા બદલ સૌ નગરજનો વતી આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે સાંસદ રંજનબેન ભટ્ટે પણ આ બગીચાને ખુલ્લો મુકતા વેળાએ આ સંપત્તિ અને નગરની સંપત્તિ ગણાવીને તેનું જતન કરવા તેમજ સદુપયોગ કરવા હાજરા પણ કર્યું હતું અને પૂજ્ય સાવલીવાળા સ્વામીજીના અસીમ ક્રુપા સૌ પર વરસતી રહે તેવી પ્રાર્થના કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિકાસની સૌને ઝાંખી કરાવી હતી. આ વેળાએ ભાજપના હોદ્દેદારો અને પાલિકાના સૌ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો