નિવેદન / સૂટ-બૂટ વાળી સરકારના કટાક્ષથી કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના નિર્ણયમાં મુશ્કેલી થઇ: અરવિંદ સુબ્રમણ્યન

પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યન, ફાઇલ
પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યન, ફાઇલ
X
પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યન, ફાઇલપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યન, ફાઇલ

  • પૂર્વ મુખ્ય આર્થિક સલાહકારે અમેરિકામાં એક લેક્ચર દરમિયાન આ વાત કહી
  • તેમણે કહ્યું- મોદી સરકારના પહેલા કાર્યકાળમાં પણ કોર્પોરેટ ટેક્સ ઘટાડવા પર વિચાર થયો હતો
  • રાહુલ ગાંધીએ ઓક્ટોબર 2014માં મોદી સરકારને સૂટબૂટ વાળી સરકાર કહ્યું હતું

Divyabhaskar.com

Oct 12, 2019, 08:48 PM IST
પ્રોવિડેંસ(યૂએસ): પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને શુક્રવારે કહ્યું કે સરકાર 4-5 વર્ષ પહેલા જ કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો વિચાર કરી રહી હતી પરંતુ બાદમાં તે નિર્ણય ફગાવી દીધો હતો. સૂટ-બૂટની સરકાર વાળા કટાક્ષે પણ કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના નિર્ણયને મુશ્કેલ બનાવ્યો. સુબ્રમણ્યમે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં લેક્ચર દરમિયાન આ વાત કહી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઓક્ટોબર 2014માં નરેન્દ્ર મોદીની સરકારને સૂટબૂટવાળી સરકાર કહી હતી. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગત મહિને જ કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી હતી.

નોટબંદીને પણ દૂરદર્શિતા વિનાનો નિર્ણય ન કહી શકીએ: સુબ્રમણ્યન

સુબ્રમણ્યને યૂપીએ-2ના કાર્યકાળને પેરાલિસીસ અને મોદી-1ના કાર્યકાળને દૂરદર્શિતા સાથે અતિસક્રિય જણાવ્યો હતો. તેમણે કહ્યું કે મોદી સરકારની દૂરદર્શિતાએ લોકોને બેન્ક ખાતાં, ટોઇલેટ, કુકિંગ ગેસ જેવી જરુરી વસ્તુઓ અને સેવાઓ આપી. એ વાત માનવી જોઇએ. ભલે બીજા સુધારા લાગૂ કરવામાં મુશ્કેલી રહી હોય, પરંતુ દુરદર્શિતાની કમી ન હતી. ત્યાં સુધી કે નોટબંદીને પણ દૂરદર્શિતા વિનાનો નિર્ણય ન કહી શકાય. 

2. રઘુરામ રાજને સુબ્રમણ્યનના નિવેદનને વિચિત્ર કહ્યું

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સુબ્રમણ્યનના દાવાથી અસહમતિ દર્શાવી. રાજને કહ્યું કે નોટબંદીને દૂરદર્શિતા કહેવી તે અજીબ વાત છે. દરેક નિર્ણય પાછળ દૂરદર્શિતા હોય છે પરંતુ સવાલ એ છે કે શું તે દૂરદર્શિતા અનુકૂળ છે ? શું તે આગળ લઇ જઇ શકશે ?

રાજને એ વાત પર પણ ચિંતા જાહેર કરી કે ભારતમાં બીજા દેશોની સરખામણીએ રોકાણ ઘટી રહ્યું છે. જ્યારે આ સમયે ગ્રોથ વધારવાની જરુરિયાત છે. તેમણે જીડીપી ગ્રોથ પર સુબ્રમણ્યનના એ અધ્યયનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં ગ્રોથના વિશ્લેષણ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. રાજને એ પણ કહ્યું કે 2011થી પહેલા ભારતમાં રોકાણ, ક્રેડિટ ગ્રોથ અને આયાત-નિર્યાત પર્યાપ્ત હતા. ત્યારબાદ જીડીપી ગ્રોથના આંકડાઓને છોડીને બધું ઘટતું ગયું.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી