તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:ડેભારી દૂધ ઉ. સ. મંડળીના હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ, ચેરમેન તથા વાઈસ ચેરમેનની નિમણૂક કરવામાં આવશે

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંડળીના વ્યવસ્થાપક કમિટી અગિયાર વિજેતા જાહેર

વિરપુરના ડેભારી ગામની દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવી હતી. જેના વિજેતા 11 ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

વિરપુરના ડેભારી ગામ ખાતે ડેભારી દૂધ મંડળીની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ૨૯ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતુ. વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી પટેલ ગોરધનભાઈ નાથાભાઈ (ચૂંટણી અધિકારી)ના માર્ગદર્શન હેઠળ તેમજ અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. ચૂંટણીમાં મતદાર સવારના નવ વાગ્યાથી ચાલું કરવામાં આવ્યું હતુ. ચૂંટણીનું પરિણામ સાંજે છ વાગ્યાની આસપાસ જાહેર કરવામાં આવ્યું હતુ. જેમાં મંડળીના વ્યવસ્થાપક કમિટીમાં સભ્ય પર્વતભાઇ કરશનભાઈ ખાટ, વણકર મેઘાભાઈ રૂપાભાઈ, વાળંદ નવીનભાઈ મોતીભાઇ, મહેન્દ્રભાઈ મોહનભાઈ પટેલ, રમેશભાઈ વાધાભાઈ ડામોર, કોકીલાબેન રાજેન્દ્રભાઈ પટેલ, પટેલ વિરેન્દ્રભાઈ અંબાલાલ, અમૃતભાઈ લાખાભાઇ ખાંટ, પટેલ ચેતનાબેન નરેશભાઈ, ભુરાભાઈ શંભુભાઈ ખાંટ અને પંચાલ ચંન્દ્રકાંતભાઈ મણીલાલને વિજેતા જાહેર કરાયા હતા. હવે પછી વ્યવસ્થાપક કમીટીના સભ્યોની મિટીંગ મળશે. જેમાં ચેરમેન તથા વાઈસ ચેરમેનની નિમણૂક કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો